UpdatedIST

ભવનાથ અને સોમનાથના દર્શનાર્થીઓ માટે ખાસ સુવિધા: આવતીકાલથી 4 'મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ' ટ્રેન શરૂ થશે

વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06:50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 12 Feb 2026 07:19 AM (IST)Updated: Thu 12 Feb 2026 07:20 AM (IST)
western-railway-to-run-4-mahashivratri-special-trains-for-somnath-temple-and-bhavnath-fair-690244

Mahashivratri Mela Special Train: મહાશિવરાત્રિ મેળા દરમિયાન  ભવનાથના મેળા અને સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે.

રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514)

ટ્રેન નંબર 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06:55 વાગ્યે રાજકોટથી ઉપડી તે જ દિવસે સવારે 10:55 વાગ્યે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15:20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20:00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઊભી રહેશે.

ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09582/09581)

ટ્રેન નંબર 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06:50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14:50 વાગ્યે ઉપડી રાત્રે 21:35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે.

વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583)

ટ્રેન નંબર 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ વેરાવળથી સવારે 04:00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13:00 વાગ્યે ઉપડી રાત્રે 21:00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર રોકાશે.

વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592)

ટ્રેન નંબર 09591 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ વેરાવળથી સવારે 09:15 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09592 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13:25 વાગ્યે ઉપડી સાંજે 17:05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સવની, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જૂનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઊભી રહેશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનની સમયસૂચિની ખાતરી કરી લે. આ ઉપરાંત, રેલવે દ્વારા જારી કરવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કરે તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવામાં રેલવેને સહયોગ આપે.