Kutch News: કચ્છની બોર્ડરેથી વધુ એક પાકિસ્તાની યુગલને BSF એ ઝડપી પાડ્યું, જુઓ તપાસમાં શું સામે આવ્યું

આ અંગે બીએસએફ દ્વારા સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આજે વિધિવત બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 25 Nov 2025 08:43 AM (IST)Updated: Tue 25 Nov 2025 08:43 AM (IST)
a-pakistani-couple-entered-gujarat-from-the-kutch-border-644007

Kutch News: પ્રેમમાં ઓતપ્રોત થયેલું આ યુગલ મુળ પાકિસ્તાનનું છે. જેને લઇને BSF દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જાસૂસી કરવા તો નથી આવ્યાને તેને લઈને પણ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, પકડાયેલા પાકિસ્તાની પ્રેમી પંખીડા પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.

પાકિસ્તાની યુગલ ઝડપાયું

કચ્છના રાપર પાસે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા ખડીર વિસ્તારમાં વારંવાર પાકિસ્તાની શખ્સો પકડાવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. તેવામાં બે મહિના પહેલા જ રાપરના રતનપર ગામ પાસેથી હિન્દુ પાકિસ્તાની પ્રેમી પંખીડા પકડાયા હતા. તે ઘટના હજુ તાજી છે તેવામાં વધુ એક વાર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પીલર નંબર 1016 પાસેથી પાકિસ્તાનના વતની પોપટ કુમાર નથુભાઈ(ઉવ. 24) તેમજ ગૌરી ગુલાબ (મીઠીની રહેવાસી) પાકિસ્તાનને બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસ હાથ ધરાઇ

આ અંગે બીએસએફ દ્વારા સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આજે વિધિવત બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે. પકડાયેલા લવબર્ડ પાસેથી કોઈ વાંધાજનક મળ્યું નથી. પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે.