Gandhidham Elections 2026: ગાંધીધામમાં ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, 26 એપ્રિલે યોજાશે મતદાન, આપે જાહેર કર્યા ઉમેદવારો

આગામી 26 એપ્રિલના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં 2.15 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 08 Apr 2026 07:32 PM (IST)Updated: Wed 08 Apr 2026 07:32 PM (IST)
gandhidham-municipal-corporation-elections-2026-vote-on-april-26-aap-candidates-list-out-724211

Gandhidham Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીધામની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકામાં લોકશાહીના પર્વની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે, જેમાં આમ આદમી પાર્ટીએ પહેલ કરીને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આગામી એક-બે દિવસમાં તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

આગામી 26 એપ્રિલના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં 2.15 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આચારસંહિતાની કડક અમલવારી થાય તે માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
વોર્ડ - 1140481294226990
વોર્ડ - 29736959919335
વોર્ડ - 39633923318866
વોર્ડ - 47189656213751
વોર્ડ - 56958623913197
વોર્ડ - 610263950019763
વોર્ડ - 78124735915483
વોર્ડ - 87341707014411
વોર્ડ - 99240818017420
વોર્ડ - 109405859918004
વોર્ડ - 117323642813751
વોર્ડ - 125986542111407
વોર્ડ - 137004593112935

ગાંધીધામ મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ (Gandhidham Municipal Corporation election 2026 Schedule)

વોર્ડ નંબરઆમ આદમી પાર્ટી
વોર્ડ - 1અમરદીપસિંહ જાડેજા
વોર્ડ - 1જયેશ માલી
વોર્ડ - 1સુનીતા પ્રેમ વાઘેલા
વોર્ડ - 2દાનિચા કોમલબેન
વોર્ડ - 2આહિર પુરુષોત્તમ
વોર્ડ - 2વિજય એલ. ગઢવી
વોર્ડ - 3દિગ્વિજયસિંહ જાડેજા
વોર્ડ - 3હીના વિરેન્દ્રસિંહ જાડેજા
વોર્ડ - 5હિદાનિયા નિર્મલા
વોર્ડ - 5સુરેશકુમાર મુલારામ ભાડુપાલ
વોર્ડ - 5રાજેશ કરસનભાઈ સતવારા
વોર્ડ - 5પ્રજાપતિ શોભા
વોર્ડ - 6રતન મહેશ્વરી
વોર્ડ - 7બળિયા રતનશી ફકીરા
વોર્ડ - 7મહેશ્વરી પાર્વતીબેન દેવેનકુમાર
વોર્ડ - 8દીપક શામજી પટેલ
વોર્ડ - 8યશપાલસિંહ જાડેજા
વોર્ડ - 9મહેશ્વરી રાયશીભાઈ ખેતાભાઈ
વોર્ડ - 9લક્ષ્મીબેન એલ. મહેશ્વરી
વોર્ડ - 9અમૃત જલાભાઈ રાઠોડ
વોર્ડ - 10હરેશ પુરૂષોત્તમ મારૂ
વોર્ડ - 10દુદાણી નિશા આત્મારામ
વોર્ડ - 10પઠાણ સિમરન
વોર્ડ - 10સંજય સરીયાલા
વોર્ડ - 11કુંભરવડીયા યોગેશ અનંતરાવ
વોર્ડ - 12રાજવીર તેજસ દેવરિયા
વોર્ડ - 12શારદા ઉતામાજી
વોર્ડ - 12સોંદરવા વનિતાબેન
વોર્ડ - 13સૈયદ અસ્લમ મયુદ્દીન
વોર્ડ - 13જિગ્નાશાબેન મહેશભાઈ સૌંદરવા
વોર્ડ - 13નિલેશ મધુસુદન મહેતા
વોર્ડ - 13રાઠોડ ગૌરીબેન પ્રતાપભાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026