Kutch Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કચ્છમાં પણ મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને કુલ 488 બેઠક માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે આજ રોજ ભાજપ દ્વારા ગાંધીનગર મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં મળેલી બેઠક બાદ ગાંધીધામ મહાનગરપાલિકા અને કચ્છ જિલ્લા પંચાયતની બેઠકો માટેના મુરતિયાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ગાંધીધામ મહાનગરપાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં મુખ્યત્વે
વોર્ડ નં. ૧: શ્રી પારૂબેન મહેશભાઇ દાફડા, શ્રી શિલ્પાબેન પરમાભાઇ પટેલ, શ્રી દિપકભાઈ મેઘજીભાઇ વાઘમશી અને શ્રી અજીતસિંહ અમરજીત રાજપૂત.
વોર્ડ નં. ૨: શ્રી લીનાબેન રાજેશભાઇ ધારક, શ્રી મનીષાબેન પરેશભાઇ પટેલ, શ્રી બીપીન વેલજીભાઇ લોખીલ અને શ્રી વિક્રમ પરશોતમ મુલચંદાની.
વોર્ડ નં. ૩: શ્રી જ્યોતિબેન દિનેશભાઇ માલીને ટિકિટ આપવામાં આવી છે.
કચ્છ જિલ્લા પંચાયત: અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ
કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે પણ પક્ષે મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે:
આધોઇ: શ્રી વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા.
ભદ્રેશ્વર: શ્રી તલકશીભાઇ જખુભાઈ ફફલ.
ભીરંડીયારા: શ્રી અબ્દુલા બુઢા જત.
ગઢશીશા: શ્રી મેઘબાઈ જીવરામ ગઢવી.
માધાપર: શ્રી રમેશ ધનજી ચાડ.
સુખપર: શ્રી હરીશ નાનજી ભંડેરી.
તાલુકા પંચાયત સ્તરે ઉમેદવારોની પસંદગી
જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો જેવી કે ભચાઉ, અંજાર, ભુજ, માંડવી અને નખત્રાણા માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે.
ભચાઉ તાલુકા પંચાયત: આધોઈ સીટ પરથી શ્રી ગીતાબેન અમરતલાલ ભટ્ટી અને શ્રી અમરતબેન હિતેશભાઈ કોલીને મેદાનમાં ઉતાર્યા છે.
અંજાર તાલુકા પંચાયત: ભીમાસર બેઠક માટે શ્રી દિવાળીબેન ધીરૂભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે.
ભુજ તાલુકા પંચાયત: માધાપર જુનાવાસ-૨ બેઠક પરથી શ્રી કુલદીપસિંહ દાદુભા ચૌહાણ ચૂંટણી લડશે.
આ યાદી જાહેર થતા જ કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષ દ્વારા મહિલાઓ અને વિવિધ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરવામાં આવી હોય તેમ જણાય છે. આગામી દિવસોમાં આ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવશે.
