કચ્છ: 112 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની મામલતદાર કચેરીઓમાં નિમણૂંક

કચ્છમાં 112 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની મામલતદાર કચેરીઓમાં નિમણૂંક કરવામાં આવી હતી. કલેક્ટરે ફરજ પર હાજર થવાના હુકમો આપ્યા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 18 Jul 2026 11:33 AM (IST)Updated: Sat, 18 Jul 2026 11:33 AM (IST)
kutch-112-newly-appointed-revenue-talatis-posted-to-mamlatdar-offices

Kutch News: કચ્છ જિલ્લામાં તાજેતરમાં નિમણૂક પામેલા 112 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ માટે ગઈકાલે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ખાસ સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ તલાટીઓને તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓ ફાળવવાનો હતો. આ કેમ્પ દરમિયાન 112 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓએ કચેરીઓની પસંદગી કરી હતી. આ પસંદગીમાં નખત્રાણામાં 23 જગ્યાઓ, રાપરમાં 16 જગ્ચાઓનો સમાવેશ થાય છે.

સ્થળ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટર દ્વારા સત્તાવાર ફરજ ફાળવણીના આદેશો જારી કરાયા હતા. હવે આ તલાટીઓ પોતાના નિયુક્ત તાલુકાઓમાં ફરજ સંભાળી મહેસૂલી કામગીરી શરૂ કરશે. આ નવી નિમણૂકોથી આવકના દાખલા, વારસાઈ નોંધ, જમીન સંબંધિત પ્રક્રિયાઓ અને અન્ય પ્રમાણપત્રો સહિતની મહેસૂલી સેવાઓ ઝડપથી પૂર્ણ થશે. લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરાતા સ્થાનિક વહીવટ મજબૂત બનશે.

તમામ 112 મહેસૂલી તલાટીઓએ સ્થળની પસંદગી કરી હતી. તે પ્રમાણે

ક્રમ મામલતદાર કચેરી (તાલુકો) ફાળવવામાં આવેલી જગ્યાઓ
1 નખત્રાણા 23
2 રાપર 16
3 માંડવી 15
4 ભુજ (ગ્રામ્ય) 11
5 મુંદરા 11
6 ભચાઉ 11
7 અબડાસા 9
8 લખપત 7
9 અંજાર 6
10 ગાંધીધામ 2
11 ભુજ (શહેર) 1
  કુલ જગ્યાઓ 112