Kutch Ranotsav 2025: કચ્છ રણોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અદ્દભૂત વીડિયો શેર કરી લોકોને આમંત્રણ પાઠવ્યું

મુખ્યમંત્રીની અપીલ- 'આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને?'

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Dec 2025 07:34 PM (IST)Updated: Wed 03 Dec 2025 07:34 PM (IST)
kutch-news-kutch-ranotsav-2025-begin-in-dhordo-cm-bhupendra-patel-share-video-on-social-media-649068
HIGHLIGHTS
  • 20 ફેબ્રુઆરી સુધી કચ્છ રણોત્સવ ચાલશે

Kutch Ranotsav 2025: ગુજરાતના પ્રવાસનનું ગૌરવ અને દેશ-વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા વિશ્વપ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ 2025-26' નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ વખતે રણોત્સવની શરૂઆતનો ઉત્સાહ બમણો થઈ ગયો છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અત્યંત આત્મીય અને ભાવુક પોસ્ટ શેર કરીને સૌને કચ્છ આવવા નિમંત્રણ પાઠવ્યું છે.

'આખી દુનિયા જેની રાહ જુએ છે…'

મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં કચ્છના સફેદ રણની સુંદરતાનું શબ્દોમાં અદભૂત વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, 'આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને?' મુખ્યમંત્રીની આ સીધી અપીલને કારણે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધોરડોની ધરતીનો અજબ ખુમાર કચ્છના સફેદ રણનું વર્ણન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં લખ્યું છે કે, ક્ષિતિજે દૂર-દૂર સુધી નજર કરીએ, ત્યાં સુધી અફાટ સફેદ રણ.. ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે.. તેની હવામાં જાણે અલખનો પોકાર છે.

રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને ભાતીગળ કલાનો ખજાનો પણ.. અહીં પરંપરાગત ભોજનનો રસથાળ પણ છે.. અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રિલ પણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે.

આ સાથે-સાથે, ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન, માંડવી – આ બધા સ્થળો કચ્છની ટ્રિપને યાદગાર બનાવી દે તેવા છે.

રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને ભાતીગળ કલાનો ખજાનો પણ.. અહીં પરંપરાગત ભોજનનો રસથાળ પણ છે.. અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રિલ પણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે.

અને, સાથે-સાથે, ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન, માંડવી – આ બધા સ્થળો કચ્છની ટ્રિપને યાદગાર બનાવી દે તેવા છે. આ શબ્દો વાંચીને જ કોઈપણ પ્રવાસીનું મન કચ્છ તરફ દોટ મૂકવા લલચાઈ જાય તેવું છે.