Kutch: કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમાં ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરકંકાસથી કંટાળેલા પરપ્રાંતિય યુવકે બોરવેલમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઝારખંડનો વતની રુસ્તમ શેખ (20) નામનો યુવક હાલ ભુજ તાલુકાના કુકમા ગામની સીમમાં આવેલી આશાપુરા ટેકરી નજીકની વાડીમાં રહેતો હતો. જે આજે બોરવેલમાં ફસાઈ ગયો હોવાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે.
પ્રાથમિક તપાસમાં, રુસ્તમનો પરિવારના સભ્યો સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને રુસ્તમે વાડીમાં આવેલ બોરવેલમાં કૂદકો મારી દીધો હતો. ખાસ વાત એ છે કે, આ બોરવેલ જમીનથી અંદાજે 3 ફૂટ ઊંચો હતો. આમ છતાં રુસ્તમે બોરવેલમાં ઝંપલાવ્યું હતુ.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વહીવટી તંત્રને આ બાબતે જાણ કરી હતી. હાલ તો ભૂજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108ની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જ્યાં યુદ્ધના ધોરણે રુસ્તમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. સમાચાર મળતા જ ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108ની ટીમ અને પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
