Salangpur Hanuman Temple News: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે તા. 01-05-2026, શુક્રવારના રોજ પૂનમ નિમિત્તે દાદાના દરબારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
દાદાને સુંદર વાઘાનો શણગાર
કલાત્મક વાઘા: પૂનમની પવિત્ર તિથિએ દાદાને વિશેષ જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા અને ફૂલોની ડિઝાઈન ધરાવતા મનમોહક વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાને રિયલ ડાયમંડ નો મુકુટ ધરાવાયો હતો, સમગ્ર સિંહાસનને તાજા ગુલાબ, સેવંતી અને ઓર્કિડ જેવા વિવિધ મિક્સ ફૂલોનો ઉપયોગ કરી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. ફૂલોની સુગંધથી મંદિરનું પ્રાંગણ મહેકી ઉઠ્યું હતું.
હનુમાનદાદાના દર્શને ભક્તોની ભીડ
સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આજે પૂનમનો દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુરધામ ખાતે ઉમટી પડી દાદાના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર વહીવટ દ્વારા ભક્તો માટે દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
