Botad: રાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું, રૂ. 99.10 લાખની કિંમતના 93 છોડ જપ્ત

નાની વાવડી ગામના અજીતસિંહ બરાઈની વાડીમાં અન્ય વાવેતરની આડમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા. વાડી માલિકની ધરપકડ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Dec 2025 11:34 PM (IST)Updated: Tue 02 Dec 2025 11:34 PM (IST)
botad-news-smc-seized-rs-99-lakh-marijuana-plants-from-nani-vavadi-village-of-ranpur-648527
HIGHLIGHTS
  • SMCની ટીમે દરોડો પાડતાં 198 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો
  • એકની ધરપકડ, અન્ય 3 ફરાર થતાં શોધખોળ હાથ ધરાઈ

Botad: બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. એસ.એમ.સી.ની ટીમે ગાંજાના 93 છોડ અને 198 કિલ્લો ગાંજો મળી કુલ રૂા.99.10 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય 3ના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ જી.આર.રબારી, પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ આર.બી.વનાર સહિતના સ્ટાફે બાતમીના આધારે રાણપુર તાલુકાના નાની વાવડી ગામે અજીતસિંહ બરાઈની વાડીમાં દરોડો પાડી તલાસી લેતાં અન્ય વાવેતરની આડમાં કરેલું ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.

પોલીસે ગાંજાના 93 છોડ અને 198.190 કિ.ગ્રામ.ગાંજો મળી આવતાં કુલ રૂા.99,09,500નો ગાંજાનો જથ્થો અને મોબાઈલ ઉપરાંત રૂા.6000ની રોકડ અને વાહન મળી કુલ રૂા.99.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વાડી માલિક અજીતસિંહ જીવાભાઈ બારડ (રહે.નાની વાવડી)ની ધરપકડ કરી હતી. જ્યારે મહાવીરસિંહ પઢીયાર ધમાભાઈ સોલંકી અને રતનસિંહ ચાવડાના નામ ખુલતાં એસ.એમ.સી.ની ટીમે તમામ વિરૂધ્ધ એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.