Botad Khambhada Dam Status: બોટાદ જિલ્લામાં આવેલી ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાં પાણીની સપાટી વધતા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 6:55 કલાકે ડેમનો 1 દરવાજો 45 સેમી જેટલો ખોલવામાં આવ્યો છે, જેમાંથી હાલ 1730 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે.
નદીકાંઠાના નવ ગામોને એલર્ટ કરાયા
ખાંભડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવતા નદીકાંઠાના વિસ્તારો પર જોખમ વધી શકે છે. આથી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9 ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે:
- ખાંભડા, બેલા, કુંડળ
- ટીંબલા, બરવાળા, ખમીદાણા
- જુના નાવડા, નવા નાવડા અને વાઢેલા
વહીવટી તંત્રની સાવચેતી રાખવા અપીલ
જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ નદીના પટમાં જવાનું ટાળે. આ ઉપરાંત, કોઝવે, પુલ અને નીચાણવાળા માર્ગો પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવી અને શક્ય હોય ત્યાં સુધી આવા માર્ગો પરથી અવરજવર ટાળવી.
વધુમાં, વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. કોઈ પણ પ્રકારની જોખમી પ્રવૃત્તિથી દૂર રહી પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
