Botad Rain: છેલ્લા 24 કલાકમાં બોટાદના 4 તાલુકામાં મેઘમહેર, ગઢડામાં આભ ફાટતા 13.9 ઈંચ વરસાદ, વહેણમાં 4 ભેંસ તણાઈ

છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત બોટાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 17 Jun 2025 10:22 AM (IST)Updated: Tue, 17 Jun 2025 10:59 AM (IST)
weather-update-heavy-rain-in-botad-district-17-6-2025

Botad Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત બોટાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.

naidunia_image

બોટાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઉતાવળી અને મધુ નદીઓમાં પૂર આવતાં, જ્યોતીગ્રામ સર્કલ નજીક ભાવનગર તરફ જતો કોઝવે બંધ થઈ ગયો હતો. પરિણામે ગઢડા અને ભાવનગર તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો. બોટાદથી સારંગપુર અને અમદાવાદ તરફ જતો ઓવરબ્રિજ પણ પાણીમાં ડૂબી જતાં એસટી બસ સેવાઓ પર અસર પડી હતી. સામાન્ય રીતે કારચાલકો ઉતાવળી નદીની આજુબાજુ વાહનો પાર્ક કરતા હોય છે, પરંતુ ભારે વરસાદના કારણે એક કાર વહેણમાં તણાઈને ટાવર રોડ પાસેના નાળામાં ફસાઈ ગઈ હતી.

મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • ગઢડા તાલુકામાં 13.9 ઈંચ વરસાદ
  • બોટાદ તાલુકામાં 11.00 ઈંચ વરસાદ
  • બરવાળા તાલુકામાં 2.6 ઈંચ વરસાદ
  • રાણપુર તાલુકામાં 1.7 ઈંચ વરસાદ