Salangpur Kashtabhanjan Dev: દાદાને જરદોશી વર્કવાળા વાઘા, 3000 કિલો ખલેલાનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો

દાદાના સમગ્ર સિંહાસનને પીળા અને લાલ રંગના ખલેલાની લૂમો વડે કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 27 Jun 2026 10:54 AM (IST)Updated: Sat, 27 Jun 2026 10:54 AM (IST)
salangpur-kashtabhanjan-dev-hanumanji-temple-3000-kg-khalela-annakut-vagha

Salangpur Kashtabhanjan Dev Annakut: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભક્તો માટે એક અનેરો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આજે 27 જૂન, શનિવારના રોજ દાદાને વિશેષ શણગાર અને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો.

naidunia_image

જરદોશી વર્કવાળા વાઘા અને આરતી

આજે 26 જૂન, શનિવારના પવિત્ર દિવસે દાદાને આકર્ષક અને સુંદર જરદોશી વર્કવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 વાગ્યે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી.

naidunia_image

3000 કિલો ખલેલાનો દિવ્ય અન્નકૂટ

આ દિવસની સૌથી મોટી વિશેષતા એ હતી કે દાદાના સમગ્ર સિંહાસનને પીળા અને લાલ રંગના ખલેલાની લૂમો વડે કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. ભક્તોના દર્શનાર્થે ત્રણ હજાર (3000) કિલો ખલેલા (દેશી ખારેક) નો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દર્શન પૂર્ણ થયા બાદ દાદાના આ અન્નકૂટનો પ્રસાદ હરિભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો.

naidunia_image

મારુતિ યજ્ઞ અને ભક્તોની ભીડ

આ વિશેષ શણગાર અને અન્નકૂટ ઉપરાંત, મંદિર પરિસરમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિનો માહોલ જામ્યો હતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડીને આ દિવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.