છોટાઉદેપુરમાં કન્ટેનર શાળાના ઉદ્ઘાટને જતાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો કાફલો કીચડમાં ફસાયો: મામલતદારની ગાડીમાં જવાની પડી ફરજ

છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે જતા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો કાફલો કીચડમાં ફસાયો. બિસ્માર રસ્તાને કારણે મામલતદારની ગાડીમાં બેસીને આગળ જવું પડ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 27 Jul 2026 03:06 PM (IST)Updated: Mon, 27 Jul 2026 03:06 PM (IST)
chhota-udepur-education-minister-rivaba-jadeja-convoy-stuck-in-mud-on-way-to-container-school-inauguration

Chhota udepur News: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ એવા કવાંટ તાલુકામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના કાફલાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નવનિર્મિત 'કન્ટેનર શાળા'ના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહેલા શિક્ષણ મંત્રીની ગાડી અતિ બિસ્માર અને કીચડ વાળા કાચા રસ્તાને કારણે આગળ જઈ શકી નહોતી. પરિણામે, શિક્ષણ મંત્રીએ પોતાની કાર છોડીને મામલતદારની ગાડીમાં બેસીને આગળનો પ્રવાસ કરવાની ફરજ પડી હતી.

naidunia_image

6 કિમીનો ખરાબ માર્ગ બન્યો મુશ્કેલીનું કારણ

પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામે નિર્માણ પામેલી 'કન્ટેનર શાળા'ના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન આંબાડુંગર વિસ્તારમાં આવેલો અંદાજે 6 કિલોમીટર જેટલો માર્ગ અત્યંત કાચો, કીચડથી ભરેલો, ઉબડખાબડ અને ડુંગરના ઢોળાવ વાળો હોવાથી શિક્ષણ મંત્રીની કાર આગળ વધી શકી નહોતી અને કાફલો અટવાઈ ગયો હતો.

naidunia_image

તંત્રમાં દોડધામ મચી ગઈ

તાત્કાલિક જેસીબીથી રસ્તો સમતલ કરાયો શિક્ષણ મંત્રીનો કાફલો ફસાઈ જતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રસ્તાની ભયાનક સ્થિતિને જોતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક જેસીબી મશીન સ્થળ પર બોલાવવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી કીચડ વાળા રસ્તા પર માટી અને કાંકરીનું પુરાણ કરાવી રસ્તો થોડો વાહનવ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યો હતો. રસ્તાની કામચલાઉ મરામત બાદ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો માંડ-માંડ આંબાડુંગરના માનુકલા ગામે પહોંચી શક્યો હતો.