Chhotaudepur BJP Candidate List: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા છોટાઉદેપુર જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયથી આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે ઉમેદવારો જાહેર
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટેના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં રૂમડીયા, જંબા, વદેધરા, પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાંટ સહિતની તમામ બેઠકો પર સક્ષમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં છોટા ઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/WtdahEZd3L
— BJP Gujarat (@BJP4Gujarat) April 9, 2026
6 તાલુકા પંચાયતોના ઉમેદવારોને મળ્યું મેન્ડેટ
જિલ્લા પંચાયતની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતના ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે નીચે મુજબની તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે:
- કવાંટ તાલુકા પંચાયત: કુલ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
- નસવાડી તાલુકા પંચાયત: કુલ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
- પાવીજેતપુર તાલુકા પંચાયત: કુલ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
- બોડેલી તાલુકા પંચાયત: કુલ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
- સંખેડા તાલુકા પંચાયત: કુલ 24 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
- છોટાઉદેપુર તાલુકા પંચાયત: કુલ 24 બેઠકો માટે ઉમેદવારો જાહેર.
નગરપાલિકા ચૂંટણી માટે તમામ ઉમેદવારો જાહેર
આ ઉપરાંત, જિલ્લાના મુખ્ય મથક એવી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પણ ભાજપે કુલ 7 વોર્ડના તમામ ઉમેદવારની જાહેરાત કરી છે. નિયમ મુજબ પ્રત્યેક વોર્ડમાં 4-4 ઉમેદવારો મળીને કુલ 28 ઉમેદવારોને પાર્ટીનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.
ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ ટિકિટ મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે, જેને પગલે છોટાઉદેપુર જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણી જંગ બરાબરનો જામશે.
