Panchmahal BJP Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 10 એપ્રિલ, શુક્રવારના રોજ પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની 38 બેઠક માટે જાહેરાત
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયથી જાહેર સત્તાવાર યાદી અનુસાર પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા લાંબી વિચાર-વિમર્શ બાદ બાકરોલ, જાંબુઘોડા, કણજરી, કાનપુર, મોરા અને સાલમી સહિતની 38 બેઠકો પર સક્ષમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/3XNfKlw6Zu
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારો જાહેર
આ ઉપરાંત, જિલ્લાના વિવિધ સાત તાલુકા પંચાયત (Taluka Panchayat) માટે પણ ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં અનેક બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે નીચે મુજબની તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
- ઘોઘંબા તાલુકા પંચાયત: કુલ 26 બેઠક પર ઉમેદવાર જાહેર
- હાલોલ તાલુકા પંચાયત: કુલ 24 બેઠક પર ઉમેદવાર જાહેર
- કાલોલ તાલુકા પંચાયત: કુલ 24 બેઠક પર ઉમેદવાર જાહેર
- ગોધરા તાલુકા પંચાયત: કુલ 32 બેઠક પર ઉમેદવાર જાહેર
- જાંબુઘોડા તાલુકા પંચાયત: કુલ 16 બેઠક પર ઉમેદવાર જાહેર
- મોરવા હડફ તાલુકા પંચાયત: કુલ 24 બેઠક પર ઉમેદવાર જાહેર
- શહેરા તાલુકા પંચાયત: કુલ 28 બેઠક પર ઉમેદવાર જાહેર
નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ મુજબ ઉમેદવાર
જિલ્લા અને તાલુકા પંચાયતની સાથે સાથે, ભાજપે ગોધરા અને શહેરા નગરપાલિકા (Nagarpalika) ની ચૂંટણી માટે પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બંને નગરપાલિકામાં નિયમ મુજબ દરેક વોર્ડ દીઠ 4-4 ઉમેદવારોને પાર્ટીનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.
- ગોધરા નગરપાલિકા: કુલ 7 વોર્ડના 26 ઉમેદવાર જાહેર
- શહેરા નગરપાલિકા: કુલ 7 વોર્ડના 28 ઉમેદવાર જાહેર
ઉમેદવારો-સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ ટિકિટ મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે, જેને પગલે ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણી જંગ બરાબરનો જામશે.
