Gujarat Rain Report, 31 July: રાજ્યમાં મેઘરાજા ફરી એન્ટ્રી લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધુ વરસાદી જોર જોવા મળ્યું છે. સૌથી વધુ વરસાદ જેતપુર પાવી અને જાંબુઘોડા તાલુકામાં નોંધાયો છે.
છોટાઉદેપુર અને પંચમહાલમાં સૌથી વધુ વરસાદ
આ પણ વાંચો
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 24 જુલાઈ સવારે 6:00 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન, રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં નોંધાયો છે. બંને તાલુકામાં 72 મીમી એટલે કે 2.83 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે 4:00 થી 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન જેતપુર પાવીમાં 67 મિમી અને જાંબુઘોડામાં 64 મીમી વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-10 તાલુકા
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મીમી) | કુલ વરસાદ (ઈંચ) |
|---|---|---|---|
| છોટાઉદેપુર | જેતપુર પાવી | 72 | 2.83 |
| પંચમહાલ | જાંબુઘોડા | 72 | 2.83 |
| છોટાઉદેપુર | કવાંટ | 67 | 2.64 |
| છોટાઉદેપુર | નસવાડી | 60 | 2.36 |
| તાપી | કુકરમુંડા | 55 | 2.17 |
| નર્મદા | ગરૂડેશ્વર | 54 | 2.13 |
| છોટાઉદેપુર | છોટાઉદેપુર | 53 | 2.09 |
| પંચમહાલ | કાલોલ | 41 | 1.61 |
| સુરત | ઉમરપાડા | 35 | 1.38 |
| ડાંગ | ધ ડાંગ્સ | 35 | 1.38 |
અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિ
આ ઉપરાંત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં 35 મીમી (1.38 ઈંચ), છોટાઉદેપુરના કડવાલમાં 33 મિમી (1.30 ઈંચ) અને દાહોદ તાલુકામાં 30 મીમી (1.18 ઈંચ) વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 27 મિમી (1.06 ઈંચ), નર્મદાના સાગબારામાં 26 મિમી (1.02 ઈંચ) અને પંચમહાલના મોરવા હડફ તથા ગોધરામાં 24 થી 25 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને આદિવાસી બેલ્ટ ધરાવતા વિસ્તારોમાં વહેલી સવારના કલાકોમાં પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને ખેતીના પાક માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ સાબિત થઈ રહ્યા છે. આજે અતિભારે વરસાદની આગાહીના પગલે પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
