Dahod: દાહોદ-અલીરાજપુર નેશનલ હાઈવે પર ગરબાડા નજીક ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર અકસ્મતાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રોંગ સાઈડમાં પુરપાટ પસાર થતી કારે ડબલ સવારી બાઈકને ઉડાવ્યું હતુ. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.
ગરબાડા નજીક સર્જાયેલા અકસ્માતની આ ઘટના નજીકના પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, એક સફેદ રંગની કાર રોંગ સાઈડમાં હાઈવે પર દોડતી આવી રહી છે. જે સામેથી ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવે છે.
આ ટક્કર બાદ બાઈક આસરે 50 મીટર સુધી ઢસડાય છે. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે્. જ્યારે બાઈકની પાછળ બેઠેલો યુવક ઉછળીને દૂર ફંગોળાઈ જાય છે. જેના કારણે તેને પણ માથા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચે છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાય છે.
ખાસ વાત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ તો ગરબાડા પોલીસ CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Dahod: ગરબાડા નજીક રોંગ સાઈડમાં આવતી કારે ડબલ સવારી બાઈકને ઉલાળ્યું, જીવ અદ્ધર કરી દેતો અકસ્માત CCTVમાં કેદ pic.twitter.com/JbC2NS7OY0
— Gujarati Jagran (@gujaratijagran) November 21, 2025
