Dahod News: ઉનાળું વેકેશન અને મુસાફરોના ઘસારાને ધ્યાને લેતાં પશ્ચિમ રેલ્વે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ઇન્દોર વચ્ચે ખાસ ભાડા સાથે AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. દાહોદ સ્ટેશનને રેલ્વે દ્વારા વિશેષ સ્ટોપેજ અપાયું છે. પરિણામે ટ્રેનનો સીધો લાભ દાહોદના મુસાફરોને મળશે. આ વિશેષ ટ્રેન બંને દિશામાં 17- 17 ફેરા કરશે.
દાહોદ સ્ટેશન પર ટ્રેન રોકાશે
આ વિશેષ ટ્રેન સેવા શરુ થવાથી મુસાફરોને મહદઅંશે રાહત મળશે. આ ટ્રેન આગામી 28 જૂન સુધી કાર્યરત રહેશે. ટ્રેન નંબર 09079 મુંબઈ સેન્દ્રલ-ઇન્દોર સ્પેશિયલ ટ્રેન મંગળવાર અને રવિવારના રોજ રાત્રે 11.20 વાગ્યે મુંબઈથી ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 7.10 કલાકે દાહોદ સ્ટેશન પર પહોંચશે. જ્યાં 2 મિનિટનું રોકાણ કરીને તે ઇન્દોર માટે રવાના થશે.
29 જૂન સુધી દોડશે ટ્રેન
પરત ફરતી વેળાએ 09080 ઇન્દોર-મુંબઈ સેન્ટ્રલ સોમવાર અને બુધવારના રોજ 5 વાગ્યે સાંજે ઇન્દોરથી રવાના થશે. જે 9.55 કલાકે રાત્રે દાહોદ રેલ્વે સ્ટેશન પર પહોંચીને 2 મિનિટનો હોલ્ડ લેશે. જે બાદ તે મુંબઈ બાજુ રવાના થશે.AC સુપરફાસ્ટ વિશેષ ટ્રેન સુરત, વડોદરા, વાપી, દાહોદ, ઉજ્જેન અને રતલામ સ્ટેશનો પર ઉભી રહેશે.આ વિશેષ ટ્રેનમાં માત્ર 3 TIER કોચ રખાયા છે. આ વિશેષ ,સેવા 29 જૂન 2026 સુધી દોડશે.
