Ratlam Division Special Trains: પશ્ચિમ રેલ્વેના રતલામ ડિવિઝન દ્વારા દ્વારા મુસાફરોની ભારે ભીડ અને માંગને ધ્યાને રાખીને મુંબઈ સેન્ટ્રલ-ઈંદોર, અમદાવાદ પટણ અને ઈન્દોર-નિઝામુદ્દીન સહિતની 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની સમયમર્યાદા ઓગસ્ટ 2026 સુધી લંબાવી દીધી છે. આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, યુપી અને બિહાર તરફ પ્રવાસ કરતા મુસાફરોને મોટો લાભ થશે.
10 ટ્રેનોના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલ્વે રતલામ ડિવિઝનના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારના જણાવ્યા મુજબ, વિશેષ ભાડા પર દોડતી 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મર્યાદા ઓગસ્ટ 2026 સુધી વધારવામાં આવી છે.
- ઈન્દોર- મુંબઈ સેન્ટ્રલ
- ઉધના -અયોધ્યા કેન્ટ
- અમદાવાદ-પટણા
- ઈન્દોર - હઝરત નિઝામુદ્દીન
- ગાંધીધામ -ભાગલપુર
- મુંબઈ સેન્ટ્રલ -ભિવાની / કાનપુર અનવરગંજ
- બાંદ્રા ટર્મિનસ - ભિવાની
કઈ તારીખે દોડશે આ ટ્રેનો
વિશેષ ટ્રેનો પૈકીની કેટલીક ટ્રેનો 5 ઓગસ્ટથી શરુ થઈને 31 ઓગસ્ટ સુધી વિવિધ તારીખોમાં દોડશે. ટ્રેનોના વધારાના ફેરા માટેની બુકિંગ સહિતની કામગીરી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરુ કરી દેવાઈ છે. તેમાં પણ પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, મુસાફરોએ ટ્રેનોના સમય, રોકાણ અને કોચની રચના અંગેની તમામ માહિતી માટે સત્તાવાર વેબસાઈટનો સંપર્ક કરવો.
