બંધ કરાયેલા મોટાભાગના માર્ગો વઘઈ તાલુકાના છે, જ્યાં કોઝવે, માઇનોર બ્રિજ અને સ્લેબ ડ્રેન ઉપરથી પાણી ઓવરટોપિંગ થવાને કારણે સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં છે, અને પાણીનું સ્તર ઘટતા માર્ગો પુનઃ શરૂ કરવામાં આવશે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના વરસાદના અહેવાલ મુજબ તા. 23 જુલાઈના 24 કલાક દરમિયાન વઘઈ તાલુકામાં 367 મી.મી., આહવામાં 212 મી.મી. અને સુબીરમાં 211 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 263.33 મી.મી. નોંધાયો છે.
જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ
ડાંગ જિલ્લાના જે માર્ગો આજ સવારની સ્થિતિએ બંધ રહ્યા છે તેમાં, (1) ડુંગરડા વી.એ. રોડ, (2) દોડીપાડા–બરડા રોડ, (3) વઘઈ–દોડીપાડા–દગડીઆંબા–ભેંડમાળ રોડ, (4) દોડીપાડા–ચિકાર ફળિયા રોડ, (5) દગડીઆંબા–બરડા રોડ, (6) નીચલા ફળિયા–કોયલીપાડા રોડ, (7) વાંઝટાંબા–કોયલીપાડા રોડ, (8) ગીરાદાબદર રોડ, (9) પાઢરમળ–ઉપલા ફળિયા રોડ, (10) ખાતળ ફાટક–ધોડી રોડ, (11) ભેંસકાત્રી મેઇન રોડ–આસરિયા ફળિયા રોડ (જૂનો રોડ), (12) ગોદડિયા–પાંઢરમાળ રોડ, (13) કાલીબેલ–પાંઢરમાળ–વાંકણ રોડ, (14) માછલી–ચીખલા–દિવડયાવન રોડ, (15) સુસરદા વી.એ. રોડ, (16) ઘોડવહળ વી.એ. રોડ, (17) આહેરડી–બોરદહાડ રોડ, અને (18x1) બાજ મેઇન રોડ–મલીન રોડ નો સમાવેશ થાય છે.
