Devbhumi Dwarka: આગામી દિવાળીના મહાપર્વ અને નૂતન વર્ષને ધ્યાનમાં રાખીને યાત્રાધામ દ્વારકા ખાતેના પ્રસિદ્ધ જગત મંદિરના દર્શન અને પૂજાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 19/10/2025 થી 23/10/2025 દરમિયાન 'દીપાવલી/નૂતન વર્ષ ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવશે.
ધન તેરસ,શ્રીજીના દર્શન નિત્ય ક્રમ મુજબ રહેશે.
રૂપ ચતુર્દશી/દિવાળી
- મંગળા આરતી: સવારે 05:30 વાગ્યે.
- સ્નાન દર્શન બંધ: 06:30 થી 07:30 સુધી.
- અન્નકુટ ઉત્સવ: અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ.
- અનોસર દર્શન બંધ: બપોરે 01:00 વાગ્યે.
- ઉત્થાપન: સાંજે 05:00 વાગ્યે.
- હાટડી દર્શન: સાંજે 08:15 વાગ્યે.
- શયન આરતી: રાત્રે 09:45 વાગ્યે.
નૂતન વર્ષ/બેસતું વર્ષ
- મંગળા આરતી: સવારે 06:30 વાગ્યે.
- ગોવર્ધન પૂજા: સવારે 11:30 વાગ્યે.
- અનોસર દર્શન બંધ: બપોરે 01:00 વાગ્યે.
- અન્નકુટ દર્શન: સાંજે 05:00 થી 07:00 સુધી.
- શયન: રાત્રે 09:45 વાગ્યે.
ભાઈબીજ
મંગળા આરતી: સવારે 07:00 વાગ્યે.
અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ રહેશે.
દ્વારકા મંદિર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવ યોજાયો
ગત 6 ઓક્ટોબરના રોજ રાતે 8 થી 10 વાગ્યા દરમિયાન દ્વારકાધીશ જગત મંદીર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શરદ રાસોત્સવના કારણે 6 ઓક્ટોબરના રોજ જગત મંગિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સવારે સાડા 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી, જે બાદ મંદિરના તમામ કાર્યક્રમો રાબેતા મુજબ યથાવત રહ્યા હતા.
