Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંની SOG તેમજ LCB સહિતની પોલીસ ટીમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા તમામ પરિબળો ઉપર નજર રાખવામાં આવે છે.
જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG વિભાગના ઈન્ચાર્જ PI કે.કે. ગોહિલના વડપણ હેઠળ SOGની ટીમ દ્વારા પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત પી.એસ.આઈ. કે.એમ. જાડેજા તથા સ્ટાફ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ આવેલી હોટેલ, પેટ્રોલ પંપ, ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિગેરે સ્થળોએ શંકાસ્પદ મનાતા શખ્સો અંગેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આથી પોલીસે આ વિદેશી શખ્સ અલીની પાસેથી પાસપોર્ટ અને વિઝા માંગતા આ શખ્સે જુદા જુદા ત્રણ પાસપોર્ટ આપ્યા હતા. જેમાં જે સ્ટુડન્ટ વિઝા હોય જેની મુદત તારીખ 14 માર્ચ 2020ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. જે બાદ ઓનલાઈન તે વિઝા રીન્યુ કર્યા હતા, પરંતુ તેની પણ છેલ્લી તારીખ 5 જુલાઈ 2023ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જે બાદની કોઈ વિઝાના હોય જેથી આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે દિલ્હીની સંસ્થા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું રેફ્યુજી કાર્ડ રજૂ કર્યું હતું.
જો કે પોલીસને આ રેફ્યુજી કાર્ડ અંગે શંકા જતા આ શખ્સને વિઝા વગર ભારતમાં રહેવા બાબતે કડકાઈપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં તેણે વર્ષ 2019માં સ્ટુડન્ટ વિઝા ઉપર સીરિયાથી ભારતમાં રાજકોટ ખાતે આવી અને મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં વર્ષ 2023માં અભ્યાસ પૂર્ણ કરી અને જે બાદ ચિત્તોડ ખાતે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ગયો હતો. જ્યાં વિઝા વધુ સમયના ન હોય જેથી તેને પ્રવેશ મળ્યો ન હતો અને સીરીયા ખાતે પરત જઈ વધુ વિઝા મેળવીને પરત આવવા જણાવેલ હતું, પરંતુ મજકુર ઈસમ પરત સીરીયા ગયેલ ન હતો.
મહત્વની બાબત તો એ છે કે સીરિયન યુવાન LGBT કોમ્યુનિટીમાં હોય જેથી જયારે રાજકોટ ખાતે અભ્યાસ કરતો હતો. તે દરમ્યાન ટીંડર નામની વેબસાઈટથી ખંભાળિયાના ધરમપુરમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલ વાળા મહિપતભાઈ કછટીયા ઉર્ફે માહી સથવારાના સંપર્કમાં આવ્યો હતો.
આ માહી પણ એલજીબીટી કોમ્યુનિટી માં હોય, જેથી અવાર-નવાર તેઓ રાજકોટ ખાતે મળતા હતા અને બંન્ને વચ્ચે સબંધ હોય, જેથી અલી સીરીયા ગયો ન હતો અને ખંભાળિયામાં માહી સથવારા પાસે આવીને તેની સાથે રહેતો હતો.
