Heavy Rainfall Alert: દ્વારકામાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ, આપાતકાલીન સ્થિતિ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિ સંદર્ભે સંપૂર્ણ સજ્જ. જિલ્લામાં વાડી વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા જિલ્લા કલેકટર રાજેશ તન્નાનો અનુરોધ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Jul 2026 06:17 PM (IST)Updated: Thu, 30 Jul 2026 06:17 PM (IST)
heavy-rainfall-alert-in-devbhumi-dwarka-collector-issues-safety-warning-emergency-helpline-numbers-released

Dwarka Heavy Rainfall Alert: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તા.31 જુલાઈથી તા.02 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.

જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો, જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (02833)- 232125/ 232084, ટોલ ફ્રી નં. 1077,મો.નં. 7859923844, ખંભાળિયા તાલુકામાં 02833 - 234113 મો.નં. 8401011211, ભાણવડ તાલુકામાં 02896 - 232113, મો. નં. 8141184120, દ્વારકા તાલુકામાં 02892-234541, મો.નં. 7990643815, કલ્યાણપુર તાલુકામાં 02891-286227 મો. નં. 9978811358, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02833 - 234731 મો. નં. 9512819998 ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે પરિસ્થિતિની પૂર્વ તૈયારીઓ જિલ્લા કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી પગલે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ત્રણ થી ચાર દિવસ ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે.

જિલ્લાના ગ્રામ્ય તેમજ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવે છે જેથી અનિચ્છનીય સ્થિતિ પગલે રાહત બચાવની કામગીરી ત્વરિત હાથ ધરી શકીએ.

જિલ્લા વહીવટી તંત્ર રાહત બચાવની કામગીરી લઈને સુસજ્જ છે તેમ જણાવી વધુમાં કલેકટરએ કહ્યું કે, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી પણ નાગરિકોને ખસી જવા પણ અનુરોધ કરવામાં આવે છે.

તેમજ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે તેમજ વરસાદની સ્થિતિમાં કોઈપણ નાગરિકને મદદની જરૂરિયાત હોય તો કંટ્રોલ રૂમ સંપર્ક કરવો તેમજ ખોટી અફવાઓથી દૂર રહી સાચી માહિતી પર જ વિશ્વાસ કરવા નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે. સંભવિત પરિસ્થિતિ પગલે નાગરિકો સાથે આપણા પશુધનને પણ સલામત સ્થળે ખસેડવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની સૂચનાઓ પાલન કરવા અપીલ કરી હતી.