Gujarat Cabinet Taluka Changes: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાગરિકોની લાગણીઓ અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરતના 8, મહીસાગરના 20 અને ખેડા જિલ્લાના 11 જેટલા ગામોમાં આ ફેરફાર કરાયા છે, જેમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) ના બદલે ફાગવેલ રાખવાનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે.
આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪.૦૯.૨૦૨૫ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરવામાં આવી હતી. આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલ વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે.
વધુમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે 'ફાગવેલ' રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કલેક્ટર સુરત, મહિસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
| જિલ્લો | ગામનું નામ | 24 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાથી નીચેના તાલુકામાં સમાવેશ કરેલ છે. | હવે નીચે મુજબના તાલુકામાં સમાવિષ્ટ થવા દરખાસ્ત કરેલ છે. |
| સુરત | સાલૈયા | અરેઠ | માંડવી |
| કાલીબેલ | |||
| ગોડધા | |||
| કીમ ડુંગરા | |||
| રેગામા | |||
| દાદાકુઇ | |||
| લાડકુઇ | |||
| બોરી | |||
| મહીસાગર | ડહેલા | સંતરામપુર | ગોધરા |
| લલકપુર | ગોદરા | સંતરામપુર | |
| આશીવાડા | ગોધરા | સંતરામપુર | |
| વાવીયા મુવાડા | ગોધરા | સંતરામપુર | |
| ડોળી | સંતરામપુર અને ગોધરા | સંતરામપુર | |
| ગલાલીયા | સંતરામપુર | ગોધરા | |
| સિંગલગઢ | ગોદરા | સંતરામપુર | |
| કેણપુર | |||
| વાંદરીયા | |||
| મોતીપુરા | કોઠંબા | લુણાવાડા | |
| ચારણગામ(ન) | |||
| આગરવાડા | |||
| ચારીયા નપાણીયા | લુણાવાડા | -------- | |
| નવા રાબડીયા | |||
| માછીયાના મુવાડા | |||
| ખોડાઆંબા (જંગલ) | -------- | લુણાવાડા | |
| લુણાવાડા | |||
| ચાવડાના મુવાડા | |||
| ડેઝર (ડુબાણ) | કોઠંબા | તા.મોરવા (હડફ), જિ.પંચમહાલ | |
| વાઘોઇ (ડુબાણ) | |||
| ખેડા | થવાદ | ફાગવેલ | કપડવંજ |
| સુકી | |||
| કાશીપુરા | |||
| કાવઠ | |||
| ફતેપુરા વાંટા | |||
| વાલ્વ મહુડા | |||
| સોરણા | |||
| દહીઅપ | |||
| સાલોડ | |||
| આલમપુરા | કપડવંજ | ફાગવેલ | |
| કઠાણા | કઠલાલ | ફાગવેલ |
