Gandhinagar: આજે ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓ અને ગુજરાત સરકાર વચ્ચે અગત્યની બેઠક મળી હતી. જેમાં પાટીદાર આગેવાનોએ લગ્નની નોંધણીમાં તેમજ EWS અનામત મુદ્દે ફેરફાર કરવા માટે સરકારને રજૂઆત કરી હતી.
આ અંગે વિગતો આપતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, રાજ્યમાં કેટલાક તલાટીઓ દ્વારા બોગસ લગ્નની નોંધણીનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. તલાટીઓ દ્વારા લગ્નની નોંધણીમાં થતી ગેરરીતિઓ બાબતે સરકારને ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો
આ સાથે જ લગ્નની નોંધણી આધારકાર્ડના સરનામે કરવા તેમજ લગ્ન પૂર્વે માતા-પિતાને વાંધા રજૂ કરવા સમય મર્યાદા મળવી જોઈએ. તેમજ તમામ લગ્નની નોંધણી ઓનલાઈન થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
જ્યારે અન્ય પાટીદાર અગ્રણી વરુણ પટેલે જણાવ્યું કે, હાલ શિક્ષણ અને નોકરીમાં EWS અનામત લાગું છે. આવી જ રીતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC, SC-STના અધિકારોને નુકસાન ના પહોંચે તેમ આર્થિક અનામત લાગું કરવામાં આવવું જોઈએ.
પાટીદાર આગેવાનો સાથેની સાથેની બેઠકમાં ગૃહમંત્રીએ તેમની રજૂઆતોને ધ્યાનથી સાંભળી હતી. જે બાદ બોગસ લગ્નની નોંધણીના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામત લાગુ કરવા અંગે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તેમજ કમિશનનો રિપોર્ટને ધ્યાનમાં રાખીને કોઈ હકારાત્મક નિર્ણય લેવા માટે આશ્વાસન આપ્યું હતુ.
