UpdatedIST

Land acquisition: રાજ્ય સરકાર બનાવશે નવો “લેન્ડ એક્વિઝિશન સેલ”, બજેટમાં કરી જાહેરાત

જમીન સંપાદન માટેની કાર્યવાહી ઝડપી અને એક જગ્યાથી થઈ શકે તે માટે આ સેલ કામ કરશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Feb 2026 09:41 AM (IST)Updated: Sun 22 Feb 2026 09:41 AM (IST)
gujarat-government-budget-announcement-to-form-land-acquisition-cell-696483
HIGHLIGHTS
  • બજેટમાં ગુજરાત સરકારી કરી મહત્વની જોગવાઈ
  • લેન્ડ એક્વિઝિશન સેલ રચવાની મહત્વપૂર્ણ જાહેરાત
  • સેલ સ્થાપવા રૂ. 60 લાખનું પ્રારંભિક બજેટ ફાળવ્યું

Gujarat Land Acquisition Cell: ગુજરાત સરકારે લોકોના હિતમાં ગુલાબી બજેટ મૂક્યું છે, ત્યારે બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આ વખતના બજેટમાં “લેન્ડ એક્વિઝિશન સેલ” (Land Acquisition Cell) રચવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ શહેરી વિકાસ અને સરકાર દ્વારા શરૂ કરતાં જાહેર ઉપયોગના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને વિવાદ રહિત બનાવવા આ સેલ રચવાનો ઉદ્દેશ છે.

કેવો હશે “લેન્ડ એક્વિઝિશન સેલ”

આ નવી લેન્ડ એક્વિઝિશન સેલ સ્થાપવા માટે રૂ. 60 લાખનું પ્રારંભિક બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ આ સેલમાં એક ડેપ્યુટી સેક્રેટરી, એક સેક્શન ઓફિસર, ત્રણ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને એક ઓફિસ આસિસ્ટન્ટનો સમાવેશ થવાનો છે. નવો સેલ નાણા વિભાગ, ઉદ્યોગ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, તથા જિલ્લા કલેક્ટર કચેરીઓ વચ્ચે સંકલન સાધશે, જેથી પ્રક્રિયા ઝડપી થઈ શકે.

આ નવા સેલની કાર્યપ્રણાલી મુજબ એક સિંગલ-વિન્ડો મિકેનિઝમ તરીકે કાર્ય કરશે, જેથી પ્રોજેક્ટ માટે જરૂરી જમીન ઝડપથી ઉપલબ્ધ બની શકે અને તમામ વિભાગોની મંજૂરી અને સંકલન એક જ જગ્યાથી થઈ શકશે.

સેલથી લોકોને શું ફાયદો?

પ્રોજેક્ટ મુજબ જમીનનું મૂલ્યાંકન, માર્કેટ રેટના આધારે વળતર જમીન ધારકો સાથે સંવાદ અને સંપાદનને કારણે અસરગ્રસ્તોને અન્ય સ્થળે જમીન કે રોજગાર આપવાનું રહેશે. ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમથી ખેડૂતો અને જમીન ધારકો અરજીની સ્થિતિ જાણી શકે.