ગુજરાત પોલીસનું ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ: મહિલાઓ અને બાળકો ડીપફેક અને સેક્સટોર્શનના ગુનાઓ અંગે જાગૃત કરાયા

ગાંધીનગર: ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ દ્વારા 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' નામનું એક મેગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Tue, 21 Jul 2026 11:42 AM (IST)Updated: Tue, 21 Jul 2026 11:42 AM (IST)
gujarat-police-cyber-crime-deepfake-sextortion-gujarat-gandhinagar-gandhinagar-news-gujarat-news

ગાંધીનગર: ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ દ્વારા 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' નામનું એક મેગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સતત 28 દિવસ સુધી ચાલનારા આ વિશેષ અભિયાનના પ્રથમ બે સપ્તાહમાં જ ગુજરાત પોલીસની શી-ટીમ અને સાયબર સેલે અભૂતપૂર્વ સફળતા મેળવી છે, જેમાં રાજ્યભરમાં 5,289 જેટલા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

ડિજિટલ સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક જોડાણ, ટેક્નોલોજી આધારિત દેખરેખ અને સાયબર જાગૃતિ દ્વારા ગુનાઓ અટકાવવાનો છે. સીઆઈડી ક્રાઈમ મહિલા સેલના એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા એ પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખાસ કરીને ડીપફેક અને સેક્સટોર્શન જેવા ગંભીર ગુનાઓ સામે નાગરિકોને સજ્જ કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ સપ્તાહ: વ્યાપક જનભાગીદારી અને શૈક્ષણિક કાર્યક્રમો

અભિયાનના પ્રથમ સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં 1,874 જાગૃતિ કાર્યક્રમો અને રેલીઓ યોજાઈ હતી. જેમાં સુરક્ષા અંગેના રાજ્યવ્યાપી લોન્ચિંગના 185 કાર્યક્રમો, શાળાઓમાં સાયબર સુરક્ષા દિવસ અંતર્ગત 438 કાર્યક્રમો અને કિશોરી સુરક્ષા માટે 336 વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાલીઓને જાગૃત કરવા માટે 318 અને શિક્ષકોની તાલીમ માટે 281 સત્રો યોજાયા હતા. યુવાનોમાં જાગૃતિ લાવવા કોલેજોમાં 207 કાર્યક્રમો અને વિવિધ જિલ્લાઓમાં 109 સાયબર રેલીઓ દ્વારા લાખો નાગરિકો સુધી સંપર્ક સાધવામાં આવ્યો હતો.

naidunia_image

બીજું સપ્તાહ: ગંભીર ઓનલાઇન જોખમો સામે રક્ષણ

અભિયાનના બીજા સપ્તાહમાં સાયબર ગુનાઓના નિવારણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 4,172 જેટલા વિષય આધારિત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં:

  1. સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે 743 કાર્યક્રમો.
  2. ડીપફેક જાગૃતિ માટે 578 કાર્યક્રમો.
  3. સેક્સટોર્શન વિરોધી દિવસ અંતર્ગત 520 વિશેષ કાર્યક્રમો.
  4. સાયબર સ્ટોકિંગ નિવારણ માટે 514 કાર્યક્રમો.
  5. ગેમીંગ સુરક્ષા માટે 512 અને ઓનલાઇન ગ્રૂમિંગ નિવારણ માટે 466 સત્રો.
  6. છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે 461 જનજાગૃતિ કેમ્પો.

naidunia_image
અધિકારીઓનું મૂલ્યાંકન અને હેલ્પલાઇન સુવિધા

આ ઓપરેશનની એક ખાસિયત એ છે કે તેમાં કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના તમામ ફિલ્ડ ઓફિસરો માટે ચોક્કસ એક્શન પોઈન્ટ્સ નક્કી કરાયા છે. અધિકારીઓનું પ્રદર્શન જાગૃતિ, તપાસની ગુણવત્તા અને જનવિશ્વાસ જેવા 5 મુખ્ય માપદંડો પર ચકાસવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સાયબર સતામણીના કિસ્સામાં ડર્યા વગર તત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી.