UpdatedIST

AI સમિટમાં ટી-શર્ટ કાઢીને પ્રદર્શન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર- 'રાહુલ ગાંધી અને કોંગ્રેસ જાતે જ પોતાની કબર ખોદી રહ્યા છે'

ભારતની વધતી વૈશ્વિક તાકાત અને પ્રગતિનું દર્દ ચીન અને પાકિસ્તાનને હોય તો તે સમજી શકાય પણ અહી તો દેશની પ્રગતિથી કોંગ્રેસને તકલીફ થઈ રહી છે: ભાજપ પ્રદેશ અધ્યક્ષ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 11:30 PM (IST)Updated: Sat 21 Feb 2026 11:30 PM (IST)
jagdish-vishwakarma-slams-rahul-gandhi-over-youth-congress-semi-nude-protest-at-ai-impact-summit-696418
HIGHLIGHTS
  • રાહુલ ગાંધીના ઇશારે કાર્યકરોએ કરેલા કૃત્ય માટે દેશના 140 કરોડ નાગરિકો કોંગ્રેસને ક્યારેય માફ નહિ કરે

Gandhinagar: નવી દિલ્હીમાં આયોજિત AI Impact Summit દરમિયાન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિપક્ષની પણ અનેક પાર્ટીઓના નેતાઓએ કોંગ્રેસના આવા પ્રદર્શનને અયોગ્ય ઠેરવ્યું છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસને આડેહાથ લીધી છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમણા તેમણે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ લઈ જઈ રહ્યાં છે. ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 5 ટ્રિલિયન ડોલરની વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમિ બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે.

હાલમાં રાજધાની દિલ્હી ખાતે India AI Impact Summit ચાલી રહી છે, જેમાં ફક્ત ભારત જ નહિ, વૈશ્વિક ટેક લીડર્સ, 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો અને ડેલીગેટસ પણ ભારતના મહેમાન બન્યા છે. વિશ્વની મોટી ટેક કંપનીઓના વડાઓએ પણ આ આયોજનમાં હાજરી આપી છે. PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, "AI આવનાર વર્ષોમાં ભારતનું ભાગ્ય અને ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે."

દેશની પ્રગતિ જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું
કોંગ્રેસ પર પ્રહાર કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ભારતની વધતી વૈશ્વિક તાકાત અને પ્રગતિનું દર્દ ચીન અને પાકિસ્તાનને હોય તો તે સમજી શકાય પણ અહી તો આનાથી કોંગ્રેસને તકલીફ થઈ રહી છે અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ દેશની પ્રગતિ જોઈ નથી શકતી.

રાહુલ ગાંધીના ઇશારે ગઇકાલે દિલ્હી ખાતે AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા શરમજનક અને નિમ્નસ્તરના કૃત્ય માટે દેશના 140 કરોડ નાગરિકો ક્યારેય માફ નહિ કરે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહ્યા છે.

આવી આંતરરાષ્ટ્રીય સમિટમાં ટી-શર્ટ કાઢીને શરમજનક વ્યવહાર કરી કરી દેશની આઝાદીમાં જેમનું યોગદાન છે એવા રાષ્ટ્રવાદી પુરુષો મહાત્મા ગાંધીજી અને ચંદ્રશેખર આઝાદના પહેરવેશને તેની સાથે જોડી અપમાનિત કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.