India AI Impact Summit 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારત વિશ્વનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આગામી 16 ફેબ્રુઆરીથી નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે પાંચ દિવસીય India AI Impact Summit 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં વિશ્વની અગ્રણી ટેક કંપનીઓના વડાઓ અને ગ્લોબલ લીડર્સ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
વૈશ્વિક દિગ્ગજોનો જમાવડો
આ સમિટમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લેશે. જેમાં 15 થી 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 50 થી વધુ આંતરરાષ્ટ્રીય મંત્રીઓ અને ગ્લોબલ ટેક જાયન્ટ્સના 50 થી વધુ CEO હાજરી આપશે. ટેક જગતના આ પ્રતિષ્ઠિત મંચ પર ભારતીય કંપનીઓના વડાઓ સાથે વિશ્વના નીચે મુજબના અગ્રણી નેતાઓ સામેલ થશે:
- સુંદર પિચાઈ (CEO, Google)
- જેન્સેન હુઆંગ (CEO, Nvidia)
- સેમ ઓલ્ટમેન (CEO, OpenAI)
- ડારિયો અમોડેઈ (CEO, Anthropic)
- ડેમિસ હાસાબીસ (CEO, DeepMind)
- બ્રેડ સ્મિથ (President, Microsoft)
- યાન લેકન (Chief AI Scientist, Meta)
- ક્રિસ્ટિયાનો એમોન (CEO, Qualcomm)
સમિટના મુખ્ય વિષયો અને કાર્યક્રમો
20 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અંદાજે 700 થી વધુ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં AI ઇકોસિસ્ટમના 500 જેટલા ઇનોવેટર્સ અને સંશોધકો નીચે મુજબના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે:
- AI સેફ્ટી અને ગવર્નન્સ
- એથિકલ ફ્રેમવર્ક (નૈતિક માળખું)
- ડેટા સિક્યોરિટી અને પ્રાઇવસી
- ભારતની સાર્વભૌમ AI વ્યૂહરચના (Sovereign AI Strategy)
આ સમિટમાં ટેક નિષ્ણાતો સહિત 20 દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિઓ પણ મુત્સદ્દીગીરી અને ટેકનોલોજીના સમન્વય માટે ઉપસ્થિત રહેશે.
કેવી રીતે ભાગ લેવો? (રજીસ્ટ્રેશન પ્રક્રિયા)
સામાન્ય નાગરિકો અને પ્રતિનિધિઓ પણ આ ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો બની શકે છે. નોંધણી માટેની પ્રક્રિયા અત્યંત સરળ છે:
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ impact.indiaai.gov.in પર જાઓ.
- હોમ પેજ પર 'Register Now' ના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ 'Register as a Delegate' પસંદ કરો.
- તમારું નામ અને અન્ય જરૂરી વ્યક્તિગત વિગતો ભરો.
- નોંધણી પૂર્ણ થયા બાદ, સહભાગીઓ આ પાંચ દિવસીય જ્ઞાનસભર સત્રોમાં જોડાઈ શકશે.
