Anant Ambani, Global Humanitarian Award 2025: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર અને 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણના ક્ષેત્રમાં તેમની અસાધારણ આગેવાની બદલ પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે.
Compassion in action. It is a proud moment to see Anant Ambani honoured with the Global Humanitarian Award. Through Vantara, he has turned a deep love for animals into a movement that is healing the world. Being the youngest recipient of this honour proves that age is no barrier… pic.twitter.com/9ozac0HlV3
— Parimal Nathwani (@mpparimal) December 9, 2025
અમેરિકાને સંસ્થાએ આપ્યો એવોર્ડ
અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા અંબાણીને આ સન્માન આપવામાં આવ્યું છે. અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન બન્યા છે, જે વૈશ્વિક મંચ પર ભારતીય નેતૃત્વની કરુણા અને સમર્પણને ઉજાગર કરે છે.

વનતારાની દીર્ઘદૃષ્ટિ અને વૈશ્વિક ધોરણો
ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ અનંત અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા 'વનતારા'ની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિવાળી આગેવાની માટે પસંદગી કરી છે. વનતારાએ મોટા પાયે બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. વનતારાને "ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™"નું સન્માન પણ મળ્યું છે, જે દર્શાવે છે કે સંસ્થા પ્રાણી કલ્યાણના વિશ્વસ્તરના અગ્રણી નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા વ્યાપક અને સ્વતંત્ર ઓડિટમાં ઉત્કૃષ્ટ સાબિત થઈ છે.

ગ્લોબલ હ્યુમેન સોસાયટીના પ્રમુખ અને સીઇઓ ડો. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, "વનતારા વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણ માટેની સૌથી અસાધારણ પ્રતિબદ્ધતા રજૂ કરે છે. અનંત અંબાણીની નેતાગીરીએ આ કાર્યમાં કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે."
અનંત અંબાણીનું સમર્પણ અને 'સર્વ ભૂતા હિતા'નો સિદ્ધાંત
આ એવોર્ડ સ્વીકારતા વનતારાના સ્થાપક અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, "મારા માટે એક શાશ્વત સિદ્ધાંત, સર્વ ભૂતા હિતા એટલે કે, તમામ જીવોનું કલ્યાણ મારા કાર્યને પુનઃ સમર્થન આપે છે. વનતારા થકી અમારો ઉદ્દેશ્ય છે કે સેવા ભાવનાથી માર્ગદર્શન મેળવીને, દરેક જીવને ગૌરવ, સંભાળ અને આશા પ્રદાન કરીએ. સંરક્ષણ આવતીકાલ માટે નથી; તે એક સહિયારો ધર્મ છે જેનું આપણે આજે જ પાલન કરવું જોઈએ."

ભૂતકાળના સન્માનિતોની હરોળમાં સ્થાન
ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ માત્ર અમુક પસંદગીના વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવ્યો છે. ભૂતકાળના સન્માનિત મહાનુભાવોમાં અમેરિકી પ્રમુખો જ્હોન એફ. કેનેડી અને બિલ ક્લિન્ટન, તેમજ હોલીવુડની દંતકથા સમાન હસ્તીઓ જેવી કે શર્લી મેકલેન અને બેટી વ્હાઇટનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હરોળમાં અનંત અંબાણીનું સ્થાન ભારતીય સંરક્ષણના પ્રયાસોને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે. આ કાર્યક્રમમાં આઇયુસીએન (IUCN) અને કોલોસલ બાયોસાયન્સના અગ્રણી મહાનુભાવો સહિત ભારતના જાણીતા સંરક્ષણ નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
