Dwarka Phuldol Utsav 2026: આગામી સમયમાં દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ યોજાશે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા હતો છે. શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને અનુલક્ષીને આગામી 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન મુસાફરોને આવવા-જવા માટે જામનગર એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ એકસ્ટ્રા બસો માટે આગામી 27 ફેબ્રુઆરીથી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે.
આ પણ વાંચો: જામનગરને પ્રથમ સિક્સ લેન રોડ મળશે, ગુણવત્તામાં બાંધછોડ ના કરવાની રિવાબા જાડેજાની સ્પષ્ટ સૂચના
આ પણ વાંચો
27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી જામનગર ડેપો ખાતેથી મુસાફરો એક્સ્ટ્રા બસો માટે એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે. જેથી દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દરમ્યાન મુસાફરો એસ.ટી બસોનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
ઉપરાંત વિભાગીય નિયામક એસ.ટી.જામનગરની યાદીમાં જણાવ્યા અનુસાર દ્વારકા ખાતે આવવા/જવા માટેનું ભાડું આ મુજબ રહેશે. જેમાં દ્વારકા-જામનગર રૂટનું ભાડું રૂ. 214, દ્વારકા-રાજકોટ રૂટનું ભાડું રૂ. 271, દ્વારકા-પોરબંદર રૂટનું ભાડું રૂ. 175, દ્વારકા-સોમનાથ રૂટનું ભાડું રૂ. 291 તથા દ્વારકા-જૂનાગઢ રૂટનું ભાડું રૂ. 257 રહેશે.
