Gopal Italia: પોતાના પર જૂતાંથી હુમલો થયા બાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું? જાણો

Gopal Italia News: 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું. આ ઘટના એ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Sat 06 Dec 2025 10:56 AM (IST)Updated: Sat 06 Dec 2025 10:56 AM (IST)
shoe-thrown-at-aap-mla-gopal-italia-in-gujarat-jamnagar-know-his-reaction-650518

Gopal Italia News: 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું. આ ઘટના એ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નિવેદન બહાર આવ્યું છે

હુમલા બાદ શું કહ્યું ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી. હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું. ભગવાન એ વ્યક્તિને અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થનાઓ કરું છું. બાકીની વિગતે વાત પછી નિરાંતે કરીશ.

જામનગરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જાહેરસભા હતી. સ્ટેજ પરથી ગોપાલ ઇટાલિયા લોકોને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પાસે બેઠેલા યુવાને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સદનસિબે આ જૂતું ગોપાલ ઇટાલિયા વાગ્યું ન હતું. પરંતુ આસપાસમાં રહેલા લોકોએ આ હુમલો કરના વ્યક્તિને પકડી લીધો હતો. જો કે હુમલા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે મારા પર હુમલો થવાનો છે એ પોલીસને જાણ હતી. લોકોએ માર મારતા હુમલાખોર યુવાન ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ખસેડાયો હતો.

ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવનાર યુવક કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે. ઘટના બન્યા બાદ તુરંત જ સભામાં હાજર રહેલા લોકોએ છત્રપાલસિંહ જાડેજાને ઘેરી વળ્યા હતા અને તેને માર માર્યો હતો.