Western Railway Update: જામનગર-સુરેન્દ્રનગર જતી 4 ટ્રેનના રુટમાં ફેરફાર, જાણો ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ સમયપત્રક

રાજકોટ મંડળમાં ડબલિંગ કામગીરીને પગલે ઓગસ્ટમાં જામનગર જતી ચાર ટ્રેનો સુરેન્દ્રનગર સુધી જ દોડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 30 Jul 2026 10:22 AM (IST)Updated: Thu, 30 Jul 2026 10:22 AM (IST)
western-railway-trains-short-terminated-jamnagar-surendranagar-august-2026
AI Generated Image

Western Railway Update: પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં હાલમાં ચાલી રહેલી રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે રેલવે વાહનવ્યવહાર પર અસર પડી છે. આ કામગીરીના કારણે જામનગર અને બાંદ્રા ટર્મિનસ તેમજ વડોદરા વચ્ચે દોડતી કેટલીક મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોને સુરેન્દ્રનગર સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર માહિતી અનુસાર, ઓગસ્ટ 2026 દરમિયાન અસરગ્રસ્ત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

સુરેન્દ્રનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેનો

  • ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ

તારીખ 1, 3 અને 6 ઓગસ્ટ, 2026 ના રોજ બાંદ્રા ટર્મિનસથીઉપડતી આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને જ પૂરી થશે. જેથી આ ટ્રેન સુરેન્દ્રનગરથી જામનગર સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, 2026 સુધી વડોદરાથી ઉપડતી આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને સુરેન્દ્રનગરથી જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

સુરેન્દ્રનગર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થતી ટ્રેનો

  • ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ

તારીખ 2, 4 અને 7 ઓગસ્ટ, 2026 ના રોજ આ ટ્રેન જામનગરના બદલે સુરેન્દ્રનગર સ્ટેશનથી જ ઊપડશે. આ ટ્રેન જામનગરથી સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

તારીખ 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન આ ટ્રેન જામનગરના બદલે સુરેન્દ્રનગર સ્ટેશનથીઊપડશે અને જામનગરથી સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો જોગ ખાસ અપીલ

ભારતીય રેલવે તંત્ર દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવું. આ ટ્રેન સેવાઓ અંગેની વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી પ્રાપ્ત કરી શકે છે.