જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં રાહત, સૌથી વધારે વિસાવદરમાં પડ્યો

ગુજરાતમાં ચોમાસું પૂરા જોશમાં ખીલ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 01 Aug 2026 10:56 AM (IST)Updated: Sat, 01 Aug 2026 10:56 AM (IST)
junagadh-monsoon-rain-visavadar-highest-rain-1-38-inch-farmers-relief

Junagadh Rainfall Report: ગુજરાતમાં ચોમાસું પૂરા જોશમાં ખીલ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા 31 જુલાઈ થી 1 ઓગસ્ટ 2026 ના સવારના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. આજે વહેલી સવારથી પણ ભેસાણ અને વંથલીમાં વરસાદ પડી રહ્યો છે.

ત્રણ તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ

જિલ્લામાં વરસાદના જોરની વાત કરીએ તો, વિસાવદર તાલુકામાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત મેંદરડા તાલુકામાં 1.26 ઈંચ અને ભેસાણ તાલુકામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણો

માંગરોળમાં 0.83 ઈંચ, જૂનાગઢ શહેરમાં 0.67 ઈંચ, જૂનાગઢ તાલુકોમાં 0.67 ઈંચ, કેશોદમાં 0.47 ઈંચ, માણાવદરમાં 0.43 ઈંચ, વંથલીમાં 0.43 ઈંચ, માળિયા હાટીનામાં 0.31 ઈંચ.

છેલ્લા 24 કલાકમાં પડેલા આ વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પણ વરસાદની શક્યતાઓને જોતા સાવચેતી રાખવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.