જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ, જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?

જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભેસાણ, માણાવદર અને મેંદરડામાં વરસાદ થયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 03 Aug 2026 09:47 AM (IST)Updated: Mon, 03 Aug 2026 09:47 AM (IST)
junagadh-rainfall-report-24-hours-rain-junagadh-bhesan-manavadar-mendarda-vanthali

Junagadh Rainfall Report: ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ત છે. વિવિધ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તારીખ 02 ઓગસ્ટના સવારના 6 વાગ્યાથી લઈને 03 ઓગસ્ટ 6 વાગ્યા સુધીમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

જૂનાગઢ અને ભેંસાણમાં વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ સારી હાજરી પુરાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, જૂનાગઢ તાલુકા અને સિટીમાં સૌથી વધારે 0.91 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભેંસાણ તાલુકામાં પણ 0.47 ઇંચ વરસાદ ખાબક્યો છે.

અન્ય તાલુકાઓના વરસાદી આંકડા

જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો, માણાવદર અને મેંદરડામાં સમાન રીતે 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલી તાલુકામાં 0.31 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

વરસાદી આંકડામાં આગળ વધીએ તો, માળિયા હાટીના તાલુકામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેશોદ તાલુકામાં 0.08 ઇંચ અને વિસાવદરમાં 0.04 ઇંચ વરસાદી ઝાપટાં પડ્યા છે. આમ, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મહેરબાન થઈને પાણી પૂરું પાડ્યું છે.