જૂનાગઢમાં ભાજપની ગણતરી ઊંધી પડીઃ કેશોદમાં ટિકિટ મળવા છતાં મહિલા ઉમેદવારે ચૂંટણી લડવા અસમર્થતા દર્શાવી

રેખાબેન કોટડિયાએ પારિવારિક કારણોસર પતિ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી લડવા પોતે તૈયાર ના હોવાનું જણાવતા ભાજપને નવા ઉમેદવાર શોધવાની ફરજ પડી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 11 Apr 2026 06:59 PM (IST)Updated: Sat 11 Apr 2026 06:59 PM (IST)
junagadh-news-bjp-in-trouble-after-candidate-declines-ticket-in-keshod-ward-726328
HIGHLIGHTS
  • રેખાબેનના પતિ વિવેક કોટડિયા ભાજપના સક્રિય આગેવાન

Junagadh: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ચહલપહલ વધી ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા છેલ્લી ઘડીઓમાં તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતા અનેક ઠેકાણે ટિકિટથી વંચિત રહેલા ઉમેદવારોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.

રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલઃ ટિકિટ ફાળવણીના રોષને ડામવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવશે

હકીકતમાં કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના આગેવાન વિવેક કોટડિયા પ્રબળ દાવેદાર મનાતા હતા. વિવેક કોટડિયાએ ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટ પણ માંગી હોવાનું કહેવાય છે.

જો કે ભાજપ મોવડી મંડળ દ્વારા પાર્ટીના આંતરિક સમીકરણો અને મહિલા અનામત ધ્યાનમાં રાખીને વિવેક કોટડીયાની જગ્યાએ તેમના પત્ની રેખાબેન કોટડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પોતાના નામની જાહેરાત થતાની સાથે જ રેખાબેન કોટડીયાએ ચૂંટણી લડવામાં અસમર્થતા દર્શાવી છે.

આ અંગે રેખાબેનના પતિ વિવેક કોટડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, મારા પત્ની રાજનીતિમાં એટલા સક્રિય નથી. અમારે નાના બાળકો પણ છે. આથી પારિવારિક કારણોસર અમે ચૂંટણી લડવામાં અસમર્થતા દર્શાવી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે, તેઓ ભાજપ સાથે જ છે, તેમને પાર્ટી સાથે કોઈ નારાજગી નથી.