Gujarat Local Body Polls 2026: રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત માટે 796 ઉમેદવારી પત્રો ભરાયા

રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટે તેમજ ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન થશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 12 Apr 2026 08:32 PM (IST)Updated: Mon 13 Apr 2026 12:01 AM (IST)
gujarat-local-body-polls-2026-796-nominations-filed-for-11-taluka-panchayats-in-rajkot-726929
HIGHLIGHTS
  • ગોંડલ નગરપાલિકા માટે 132 લોકોએ ઉમેદવારી નોંધાવી
  • રાજકોટ તાલુકામાં સૌથી વધુ 105 ઉમેદવારી પત્રો ભરાયા છે

Gujarat Local Body Polls 2026: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ-2026 અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયા મુજબ, જિલ્લાની 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો માટે કુલ 796 ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીમાં 284, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 249, આમ આદમી પાર્ટીમાં કુલ 215, બહુજન સમાજ પાર્ટીમાં 4 તેમજ અન્યમાં કુલ 44 ઉમેદવારી પત્રકો ભરાયા છે.

તાલુકાવાર આંકડાકીય વિગતો જોઈએ તો, રાજકોટ તાલુકામાં સૌથી વધુ 105 ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે ઉપલેટામાં 71, ધોરાજીમાં 70, ગોંડલમાં 63, જામ કંડોરણામાં 50, જસદણમાં 88, જેતપુરમાં 77, કોટડાસાંગાણીમાં 76, લોધિકામાં 63, પડધરીમાં 73 અને વિંછીયામાં 60 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગોંડલ નગરપાલિકાના કુલ 11 વોર્ડ માટે 132 નામાંકન પત્રો ભરાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટે તેમજ ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ તા. 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે.