UpdatedIST

વિવાદોથી છલકેલી કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુઓ વચ્ચે ઘૂસી ડૂબકી લગાવી, સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી; ગેરકાયદે હશે તો તંત્ર કરશે કાર્યવાહી

પ્રાંત અધિકારીએ કહ્યું, કોઈ ગેરકાયદે કૃત્ય થયું હોય અથવા ધાર્મિક લાગણી દુભાઈ હોય, તો કાર્યવાહી થશે

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Feb 2026 08:49 AM (IST)Updated: Mon 16 Feb 2026 08:49 AM (IST)
kirti-patel-took-dip-in-mrigikund-anger-among-sadhus-at-mahashivratri-fair-2026-692882
HIGHLIGHTS
  • મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલે કર્યો વિવાદ
  • શાહી સ્નાન સમયે મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવી હતી
  • સાધુ-સંતોમાં નારાજગી, ગેરકાયદે હશે તો તંત્ર કરશે કાર્યવાહી

Kirti Patel Mrigikund controversy: વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે ફરી એક નવો વિવાદ સર્જ્યો છે. આ વખતે કીર્તિ પટેલે ભવનાથ મહાશિવરાત્રી મેળામાં ન કરવાનું કામ કરી નાખ્યું છે. હકીકતમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે સાધુઓના શાહી સ્નાન સમયે મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવી હતી, જેનાથી સાધુ-સંતોમાં નારાજગી છે.

કીર્તિ પટેલે લગાવી મૃગીકુંડમાં ડૂબકી

આ અંગે મળતી વિગત અનુસાર, મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલ જૂનાગઢના ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભગવા કપડા પહેરી કીર્તિ પટેલ સાધુઓની વચ્ચે પહોંચી ગઈ હતી. આટલેથી ન ટકતા કીર્તિ પટેલે કુંડમાં ડૂબકી પણ લગાવી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

મૃગીકુંડમાં ડૂબકી લગાવતી કીર્તિ પટેલ પર તંત્રનું ધ્યાન પડતા જ તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવી હતી. આ સમગ્ર દ્રશ્યો કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. આ વીડિયો પર હાલ લોકોની વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે.

સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી

બીજી તરફ આ બનાવથી સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી છે. મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે સાધુના કપડા પહેરીને કેટલાક લોકો પણ સ્નાન કરે છે. આ દુઃખની વાત છે.

ગેરકાયદે હશે તો કાર્યવાહી થશે

આ સમગ્ર વિવાદ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હોય, તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે.