મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ: કોઠંબામાં 3.66 ઇંચ વરસાદ નોંધાયો, કડાણામાં રોડ-રસ્તા પર પાણી ફેરવાયું

મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કોઠંબામાં સૌથી વધુ 3.66 ઇંચ અને કડાણામાં 3.46 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 23 Jul 2026 12:41 PM (IST)Updated: Thu, 23 Jul 2026 12:41 PM (IST)
mahisagar-rain-update-kothamba-kadana-heavy-rainfall-data

Mahisagar Rain Update: મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરાયેલા વરસાદી આંકડા મુજબ, 22 જુલાઈ સવારના 6 વાગ્યાથી 23 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીમાં મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ કોઠંબા તાલુકામાં નોંધાયો છે.

મહીસાગરના કોઠંબામાં વરસાદ પડ્યો

મહીસાગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ કોઠંબા તાલુકામાં વરસ્યો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારબાદ કડાણા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અહીં કુલ 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં પણ 2.17 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મહીસાગર જિલ્લામાં થયેલા આ સાર્વત્રિક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ આનંદની લહેર જોવા મળી છે. જ્યારે વરસાદની સ્થિતિને પગલે રોડ-રસ્તાઓમાં પાણી પાણી ફરી વળ્યા છે.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો:

  • કોઠંબા: 3.66 ઇંચ
  • કડાણા: 3.46 ઇંચ
  • વીરપુર: 1.46 ઇંચ
  • બાલાસિનોર: 0.55 ઇંચ
  • સંતરામપુર: 0.47 ઇંચ
  • ગોધર: 0.39 ઇંચ
  • ખાનપુર: 0.24 ઇંચ

23 જુલાઈના રોજ સવારે 06:00 થી 08:00 વાગ્યા સુધીના વરસાદી આંકડા

  • ગોધર: 0.08 ઈંચ