Mahisagar માં લૂંટેરી દુલ્હન ગેંગનો આતંક: યુવક સાથે લગ્ન કરી દોઢ લાખ લઈને દુલ્હન ફરાર

મહીસાગરના વીરપુરમાં ખેડૂતના પુત્ર સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન દોઢ લાખ રૂપિયા લઈને મંદિરમાંથી ફરાર થઈ ગઈ. તપાસમાં આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન ગેંગની સંડોવણી સામે આવતાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 28 Jun 2026 11:07 AM (IST)Updated: Sun, 28 Jun 2026 11:07 AM (IST)
mahisagar-virpur-looteri-dulhan-gang-fraud-groom-rs-1-5-lakh-bride-absconds

Mahisagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હન ગેંગનો આતંક વધ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરવા ઇચ્છતા નિર્દોષ યુવાનો સાથે લગ્ન કરી લીધા બાદ બહાનું બનાવીને માલમતા લઈને દુલ્હન છૂમંતર થઈ જાય છે. આવી આંતરરાજ્ય ગેંગનો આતંક મહીસાગર જિલ્લામાંથી સામે આવ્યો છે. વીરપુર તાલુકાના લીંબરવાડા ગામના એક યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી આચરી છે.

ખેડૂતના પુત્રને ગેંગે ફસાવ્યો

મળતી માહિતી મુજબ, વીરપુર પંથકના લીંબરવાડા ગામના એક ખેડૂતને તેના પુત્રના લગ્ન કરાવવાના હોવાથી લાંબા સમયથી યોગ્ય કન્યાની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન યુવકનો પરિવાર કથિત ગેંગના સંપર્કમાં આવી ગયો હતો. આ ટોળકીના લોકોએ યુવક અને તેના પિતાને પોતાની જાળમાં ફસાવી લીધા હતા. યુવતીનો પરિવાર ગરીબ હોવાથી તેમને પૈસા આપવા પડશે. તેમ જણાવીને 1.50 લાખ મંગાવ્યા હતા.

માનતાના નામે દુલ્હન ફરાર

આથી ખેડૂત પરિવારે ગેંગને 1.50 લાખ આપી દિધા હતા. બંને પક્ષે લગ્ન વિધિ પતી ગયા બાદ દુલ્હને પોતાનો રંગ બતાવ્યો હતો. તેણે યુવક અને તેના પરિવારને માતાજીના મંદિરે માનતા કરવી પડશે તેમ કહીને તેમને મંદિરે દર્શન કરવા જવા મનાવી લીધા હતા. ત્યાર બાદ દુલ્હા-દુલ્હન અને પરિવાર દર્શન કરવા ગયા. ભીડનો લાભ ઉઠાવીને દુલ્હન અચાનક ગુમ થઈ ગઈ હતી.

પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી

પરિવારે આસપાસ તપાસ કરવા લાગ્યા. પરંતુ ત્યા સુધીમાં રાજસ્થાની ગેંગનો સાગરિત પહેલાથી જ બાઈક લઈને ઉભો હતો. તેણે દુલ્હનને બાઈક પર બેસાડીને ત્યાંથી નાસી ગયો હતો. આખરે પરિવાર અને યુવકને છેતરપિંડી થયાનો આભાસ થતાં. તેમણે યુવતી અને તેની સાથેના 4 શખ્સો સામે વીરપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.