Gujarat Local Body Polls 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના લીંચ ગામથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં હતા. લીંચ ગામમાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ કડી નગરપાલિકામાં ભાજપના 28 ઉમેદવારોને બિનહરીફ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચૂંટણી ટાણે એવા અનેક ઉમેદવારો આવે છે, જેઓ પાંચ વર્ષમાં માત્ર એક જ વાર દેખાય છે. જ્યારે ભાજપના કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યનું બજેટ 30 હજાર કરોડ રૂપિયા હતું. જે આજે વધીને 4 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો
અગાઉ ખેડૂતોને બોરની પરમિશન લેવામાં પણ તકલીફ પડતી હતી. જો કે આજે વડાપ્રધાન મોદીના પ્રયત્નોથી નહેર થકી ખેતર સુધી પાણી પહોંચવા લાગ્યું છે. આટલું જ નહીં, ખેડૂતોને આંગણીના ટેરવે તમામ સુવિધા મળવા લાગી છે.
જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓને નાના-મોટા મતભેદો ભૂલી જઈને દરેક બેઠકો પર કમળ ખીલવવા માટે કમર કસવાની હાકલ કરી હતી.
