Mehsana POCSO Court Verdict: મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાને ભગાડી જઈને દુષ્કર્મ ગુજારવાના ગંભીર મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના ચુકાદામાં 25 વર્ષીય આરોપી અજયજી બકાજી ઠાકોરને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીને છે.
પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આ કેસની વિગતે વાત કરીએ તો, મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવેલા ઉબખલ ગામમાં સીવણ ક્લાસમાં જતી એક સગીરાને આરોપી અજયજી બકાજી ઠાકોર ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરા પર આરોપીઓ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એફ ખત્રીએ આ ચુકાદો આપ્યો છે.
સગીરાને વળતરરુપે 3 લાખ ચૂકવવાનો આદેશ
કોર્ટે આરોપી યુવક અજયજી બકાજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રુ.68,500નો દંડ પણ ફટકાર્યો છે. તેની સાથે જ કોર્ટે સગીરાને વળતરના ભાગરુપે 3 લાખ ચુકવવાનો આદેશ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે તેજ દલીલો અને મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા.
સરકારી વકીલની તેજ દલીલો અને મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. તેમજ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
