Mehsana PSI Transfer: મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનિ સ્થિતિને વધારે સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા માટે જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એકી સાથે 13 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસાથે બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી ફરજ પર તાત્કાલિક હાજર થઈ જવાનો કડક આદેશ ફરમાવવામાં આવ્યો છે.
13 PSIની સંપૂર્ણ યાદી
| અ.નં. | બિ.હા.પો.સ.ઇ.નું નામ | હાલની ફરજનું સ્થળ | બદલી કરેલ પો.સ્ટે./શાખા | |
| 1 | કે.ઓ.રબારી | ખેરાલુ પો.સ્ટે. | ઉનાવા પો.સ્ટે. | |
| 2 | એસ.વી.પહારીયા | ઉનાવા પો.સ્ટે. | એલ.સી.બી. શાખા | |
| 3 | એ.આર.ચૌધરી | ખેરાલુ પો.સ્ટે. | ઊંઝા પો.સ્ટે. | |
| 4 | ડી.પી.ભાટી | ઊંઝા પો.સ્ટે. | વિજાપુર પો.સ્ટે. | |
| 5 | એન.પી.પરમાર | વિજાપુર પો.સ્ટે. | જન સંપર્ક અધિકારી | |
| 6 | આર.બી.દવે | જન સંપર્ક અધિકારી | કડી પો.સ્ટે. | |
| 7 | બી.કે.ભરવાડ | રીડર ટુ SC/ST સેલ મહેસાણા | બેચરાજી પો.સ્ટે. | |
| 8 | પી.એન.સોલંકી | નંદાસણ પો.સ્ટે. | વડનગર સ્માર્ટ પો.સ્ટે. | |
| 9 | એમ.બી.સિંઘવ | મહે.બી.ડીવી પો.સ્ટે. | વિસનગર શહેર પો.સ્ટે. | |
| 10 | આર.કે.મીર | મહેસાણા તાલુકા પો.સ્ટે. | એસ.ઓ.જી. શાખા | |
| 11 | એસ.એમ.પરમાર | લાંઘણજ પો.સ્ટે. | મહે.એ.ડીવી.પો.સ્ટે. | |
| 12 | વી.એ.સિસોદીયા | વસાઈ પો.સ્ટે. | ખેરાલુ પો.સ્ટે. | |
| 14 | એમ.એ.જોશી | રીડર શાખા | જીલ્લા ટ્રાફિક શાખા |
વધારાનો ચાર્જ સોંપાયો
આ આદેશમાં આપવામાં આવેલી વધારાની સૂચના પ્રમાણે, જિલ્લા ટ્રાફિક શાખા ખાતે બદલી પામેલા પીએસઆઈ એમ.એ જોશી પોતાની મૂળભુત કામગીરી ઉપરાંત રીડર શાખા મહેસાણાનો વધારાનો સાર્જ સંભાળશે.
