Gujarat Farmers Seminar: ગુજરાતના ખેડૂતોને રોજબરોજ ઉપયોગી થતાં જમીન, વીજ લાઈન અને જમીન સંપાદનના કાયદાઓ વિશે માહિતગાર કરવા માટે ત્રણ દિવસના વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતના ખેતરમાં સરકારી કે ખાનગી કંપની દ્વારા ખેડૂતની જમીન પર પગ મુકતા પહેલા એ કંપનીના અધિકારીઓએ કયા કયા કાયદાઓનું પાલન કરવું પડે ? જો એ કાયદાઓનું પાલન ન કરતા હોય તો સામે ખેડૂતોના કયા કયા અધિકારો છે ?કંપનીઓને પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે ?? પોલીસ પ્રોટેક્શનના નિયમો શું શું છે ?
ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ તમામ કાયદાઓ અને સાથે સાથે આંદોલન, લડત, ચળવળ, ધરણા વગેરે કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે આ તમામ બાબતોથી ગુજરાતના ખેડૂતોના દીકરા દીકરીઓને કાયદાથી માહિતગાર કરવા, જાગૃત કરવા, બોલતા કરવા અને પોતાના હક્ક અધિકાર માટે લડત કરતા કરવાનો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ છે.
સેમિનાર કઈ તારીખે અને ક્યાં યોજાશે?
આ સેમિનાર મોરબી જિલ્લાના ટંકારા ખાતે તારીખ 11, 12, 13 ઓગસ્ટ 2026 ના રોજ ત્રણ દિવસનો યોજવામાં આવશે. જે લોકોએ ભાગ લેવાનો હોય તેઓએ 11 તારીખે સવારે 10 વાગ્યા સુધીમાં સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે
સેમિનારના આયોજક સંસ્થાઓ
ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ
(કિસાન કોંગ્રેસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો એક ભાગ છે.)
સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક લોકો કેવીરીતે ભાગ લઈ શકે ?
જે લોકો આ સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક છે. તેઓએ પોતાનું આખું નામ, ગામ તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર લખી નીચે આપેલા નંબર પૈકી કોઈપણ એક નંબર પર વોટ્સઅપ મેસેજ કરી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
રજિસ્ટ્રેશન કરવા માટેના નંબર
- યશવ પટેલ 96871 76616
- પરેશ કાંબરીયા 9727024934
- શક્તિસિંહ ગોહિલ 9979620702
- ભરત કરેણ 9638431888
- રાહુલ આહીર 98337 23071
સેમિનારમાં ભાગ લેવા માંગતા સેમિનાર્થીઓ ધ્યાનમાં લેવાની બાબતો
- સૌ પહેલા ઉપર આપેલ નંબર પર પોતાની માગ્યા મુજબની વિગત વોટ્સઅપ કરવાની રહેશે
- 11 ઓગસ્ટના રોજ મોડામાં મોડું સવારે 10 વાગ્યે સ્થળ પર પહોંચી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે
- આ સેમિનાર સહભાગિતા અભિગમ હેઠળ કરવામાં આવશે.
- આ સેમિનારની તારીખ, સ્થળ અગાઉથી જ નક્કી હોય જે સેમિનાર્થીઓ ત્રણ દિવસ પૂરો સમય આપી શકે તેમ હોય તેવા લોકોએ જ રજિસ્ટ્રેશન કરાવવું
- આ સેમિનાર કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત છે તેની ખાસ નોંધ લેવી
- સેમિનાર્થીઓની સંખ્યા 200 ની આસપાસ મર્યાદિત સંખ્યા નક્કી કરેલ હોય શક્ય એટલું વહેલું રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી. જો નિયત સંખ્યા કરતા વધારે રજિસ્ટ્રેશન આવી જશે તો અમે આયોજકો ત્યારબાદ રજિસ્ટ્રેશન સ્વીકારવાનું બંધ કરી દઈશું.
