UpdatedIST

Morbi: પાનેલીમાં નજીવી બાબતે યુવાન પર જીવલેણ હુમલો, "બાઈક આગળ કેમ કાઢી?" કહી તૂટી પડ્યા આરોપી

પાનેલી ગામે આ બનાવ બન્યો, જેમાં ચાર આરોપીએ દુકાન પર ઉભેલા યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 09 Feb 2026 12:19 PM (IST)Updated: Mon 09 Feb 2026 12:19 PM (IST)
morbi-four-accused-attack-young-man-over-trivial-matter-in-paneli-688684
HIGHLIGHTS
  • ચાર આરોપીએ ધોકા અને પાઇપ લઈ યુવક પર તૂટી પડ્યા
  • નજીવી બાબતે દુકાન પર ઉભેલા યુવક પર જીવલેણ હુમલો
  • ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો

Attack on young boy in Morbi: મિત્રતામાં વેરભાવ અને નજીવી વાતે હિંસાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મોરબીના પાનેલી ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર "તું બાઈક ચલાવીને આગળ કેમ નીકળી ગયો?" તેટલી નાની વાતમાં ચાર મિત્રોએ ભેગા મળીને એક 18 વર્ષીય યુવાનને ધોકા અને પાઇપ વડે બેરહેમ માર માર્યો હતો.

નજીવી બાબતે ઉશ્કેરાયા મિત્રો

મળતી માહિતી મુજબ, પાનેલી ગામમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા 18 વર્ષીય જેન્તીભાઈ રાજેશભાઈ કટેશિયા ગતરોજ પોતાના મિત્રો સાથે બાઇક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન જેન્તીભાઈ પોતાનું બાઈક લઈને આગળ નીકળી જતાં અન્ય મિત્રો ઉશ્કેરાયા હતા.

ચાર મિત્રો ધોકા અને પાઈપ સાથે તૂટી પડ્યા

જ્યારે યુવાન જેન્તી પાનની દુકાને જઈ રહ્યો હતો, ત્યારે જ તેના મિત્રોએ તેને આંતર્યો હતો અને "તું અમારી આગળ કેમ નીકળી ગયો?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. વાત વણસતા ચાર શખ્સોએ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ ધોકા અને પાઇપ વડે યુવકને બેરહેમ માર માર્યો હતો.

યુવક ઈજાગ્રસ્ત થયો, પોલીસ ફરિયાદ નોંધાઈ

આ હુમલામાં જેન્તીભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવાનનું નિવેદન નોંધ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.