Morbi Rainfall Report 01 August: મોરબી જિલ્લામાં પણ હવામાનમાં (Morbi Weather) આવેલા પલટા બાદ સારો એવો વરસાદ નોંધાયો છે. બે દિવસમાં મોરબી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 1 ઓગસ્ટ 2026 ના રોજ મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.
ચાર કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન મોરબી તાલુકામાં સૌથી વધુ 2.56 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેવી જ રીતે ટંકારા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ત્યાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ વાંકાનેર તાલુકામાં પણ 1.30 ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હળવદ તાલુકામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના માળિયા તાલુકામાં સૌથી ઓછો 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગઈકાલે મોરબીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ....
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે મોરબી શહેરમાં પોણા બે ઈંચ, હળવદ અને વાંકાનેર એક એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માળિયા અને ટંકારામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
