Nadiad News:સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખેડા જિલ્લામાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના લીધે પ્રજાજનોને પડતી હાલાકીને લઈને સરકાર અને જીલ્લા પ્રશાસનની સુચના પ્રમાણે વડતાલ મંદિરના વહિવટી સૂત્રધારો દ્વારા બુંદી ગાંઠિયાના 3000 પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારમાં વહેંચવામાં આવશે.

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના 'સર્વ જીવ હિતાવહ'ના સિદ્ધાંત મુજબ જરૂરીયાતમંદ વ્યક્તિઓને જમવાની સુવિધા મળી રહે તે માટે વડતાલ મંદિર દ્વારા 3000 પેકેટ બુંદી ગાંઠિયાના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અતિવૃષ્ટિના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓની જાહેર રજા હોવાથી વડતાલ સંસ્થામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફુડ પેકેટની સેવામાં જોડાયા હતા.જે ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવામાં આવનાર છે.
