Kheda Unseasonal Rains: છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં માવઠાનો વરસાદ, જાણો કયા તાલુકામાં થયો સૌથી વધુ વરસાદ

અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક માવઠા થઈ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં માવઠા થયા છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 28 Oct 2025 12:27 PM (IST)Updated: Tue, 28 Oct 2025 12:27 PM (IST)
kheda-heavy-unseasonal-rain-lashes-district-in-24-hours-highest-rainfall-recorded-in-several-talukas
HIGHLIGHTS
  • રાજુલામાં 8.50 ઈંચ વરસાદ થયો છે.
  • 121 તાલુકામાં 1 ઈંચથી વધુ માવઠાનો વરસાદ થયો છે.

Kheda Unseasonal Rains: રાજ્યમાં શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ સાથે લોકો પણ બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિક માવઠા થઈ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં માવઠા થયા છે. જેમાં રાજુલામાં 8.50 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 121 તાલુકામાં 1 ઈંચથી વધુ માવઠાનો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં થયેલા વરસાદના આંકડા

  • ગલતેશ્વર: 5.55 ઈંચ
  • નડિયાદ: 3.46 ઈંચ
  • મહુધા: 2.20 ઈંચ
  • કપડવંજ: 1.93 ઈંચ
  • મહેમદાવાદ: 1.77 ઈંચ
  • કાઠલાલ: 1.69 ઈંચ
  • વાસો: 1.61 ઈંચ
  • ઠાસરા: 1.50 ઈંચ
  • માતર: 1.26 ઈંચ
  • ખેડા: 0.94 ઈંચ

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • રાજુલા: 8.50 ઈંચ
  • મહુવા ભાવનગર: 7.24 ઈંચ
  • સૂત્રાપાડા: 6.85 ઈંચ
  • ઉના: 5.55 ઈંચ
  • ગલતેશ્વર: 5.55 ઈંચ
  • લીલિયા: 5.39 ઈંચ
  • ગીર ગઢડા: 5.16 ઈંચ
  • પાટણ-વેરાવળ: 4.92 ઈંચ
  • સાવરકુંડલા: 4.88 ઈંચ