ખેડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ભાજપે જાહેર કર્યા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર, જુઓ યાદી

ભાજપે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 10 Apr 2026 11:36 AM (IST)Updated: Fri 10 Apr 2026 11:36 AM (IST)
kheda-jilla-taluka-panchayat-nagarpalika-election-2026-bjp-candidates-list-725254
HIGHLIGHTS
  • ખેડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  • ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
  • જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા

Kheda BJP Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. આગામી ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ખેડા જિલ્લાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયથી 9 એપ્રિલ, ગુરુવારના રોજ ખેડા જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ખેડા જિલ્લા પંચાયતની 41 બેઠકો માટે ઉમેદવાર

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં ખેડા જિલ્લા પંચાયતની કુલ 41 બેઠકો માટેના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. ભાજપ મોવડીમંડળ દ્વારા લાંબી વિચાર-વિમર્શ બાદ અલિન્દ્રા, કઠલાલ, કપડવંજ, નડિયાદ, ડાકોર અને મહુધા સહિતની તમામ 41 બેઠકો પર સક્ષમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

9 તાલુકા પંચાયતોના ઉમેદવારોને મળ્યું મેન્ડેટ

જિલ્લા પંચાયતની સાથે સાથે ખેડા જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતોના ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે નીચે મુજબની તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

  • નડિયાદ તાલુકા પંચાયત
  • મહેમદાવાદ તાલુકા પંચાયત
  • કઠલાલ તાલુકા પંચાયત
  • કપડવંજ તાલુકા પંચાયત
  • ગળતેશ્વર તાલુકા પંચાયત
  • ઠાસરા તાલુકા પંચાયત
  • વસો તાલુકા પંચાયત
  • માતર તાલુકા પંચાયત
  • મહુધા તાલુકા પંચાયત

આ પણ વાંચો: Gujarat Election 2026: નડિયાદ મનપા ચૂંટણી માટે ભાજપે તમામ 13 વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા

ત્રણ નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર

આ ઉપરાંત, જિલ્લાની મહત્વની ખેડા, મહેમદાવાદ અને ડાકોર નગરપાલિકાઓની ચૂંટણી માટે પણ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. ત્રણેય નગરપાલિકાઓમાં નિયમ મુજબ દરેક વોર્ડ દીઠ 4-4 ઉમેદવારોને પાર્ટીનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.

  • ખેડા નગરપાલિકા: કુલ 7 વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
  • મહેમદાવાદ નગરપાલિકા: કુલ 7 વોર્ડના તમામ ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે.
  • ડાકોર નગરપાલિકા: કુલ 6 વોર્ડના તમામ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ છે.

ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ ટિકિટ મેળવનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે, જેને પગલે ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણી જંગ બરાબરનો જામશે.