Nadiad Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાની સાથે જ ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર આ મતદાન પ્રક્રિયામાં અંદાજે 1.96 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આચારસંહિતાની કડક અમલવારી થાય અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ ચુસ્ત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આગામી એક-બે દિવસમાં તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આગામી 26 એપ્રિલના રોજ નડિયાદ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આચારસંહિતાની કડક અમલવારી થાય તે માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો
| વોડૅ નું નામ | પુરુષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર |
| વોર્ડ - 1 | 8826 | 8444 | 17270 |
| વોર્ડ - 2 | 5853 | 5800 | 11653 |
| વોર્ડ - 3 | 6480 | 6179 | 12659 |
| વોર્ડ - 4 | 8089 | 7923 | 16012 |
| વોર્ડ - 5 | 8957 | 8640 | 17597 |
| વોર્ડ - 6 | 7575 | 7291 | 14866 |
| વોર્ડ - 7 | 5698 | 5614 | 11312 |
| વોર્ડ - 8 | 7827 | 7813 | 15640 |
| વોર્ડ - 9 | 7317 | 7219 | 14536 |
| વોર્ડ - 10 | 8040 | 7796 | 15836 |
| વોર્ડ - 11 | 8373 | 8270 | 16643 |
| વોર્ડ - 12 | 6742 | 6842 | 13584 |
| વોર્ડ - 13 | 9429 | 9126 | 18555 |
| સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી | તારીખ |
| ચૂંટણીની જાહેરાતની તારીખ | 01-04-2026 |
| જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ | 06-04-2026 |
| ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ | 11-04-2026 |
| ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ | 13-04-2026 |
| ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ | 15-04-2026 |
| મતદાનની તારીખ | 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી |
| પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) | 27-04-2026 |
| મતગણતરીની તારીખ | 28-04-2026 |
| ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 30-04-2026 |
